તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In A Month, The Price Of Petrol Has Gone Up By Rs. 4.65, 17 fold Price Hike To Rs 91.55, Diesel Becomes Rs 1 More Expensive Than Petrol

ભાસ્કર વિશેષ:એક મહિનામાં પેટ્રોલનો ભાવ રૂ. 4.65 વધ્યો, 17 વખત ભાવ વધારો થતા કિંમત 91.55 થઇ, પેટ્રોલ કરતા ડિઝલ એક રૂપિયો મોંઘું થયું

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આંશિક લોકડાઉનની અસરથી ઇંધણના વપરાશમાં માર્ચ કરતા મેમાં ઘટાડો

શહેરમાં એક મહિનામાં પેટ્રોલનો ભાવ રૂ. 4.65 વધ્યો છે. 17 વખત ભાવ વધારો થતા પેટ્રોલની કિમત 91.55 થઈ ગઈ છે. પેટ્રોલ કરતા ડિઝલ પણ 1 રૂપિયો મોંઘું થઈ તેની કિંમત 92.30 થઈ છે. શહેરમાં આંશિક લોકડાઉનના કારણે પેટ્રોલ અને ડિઝલના ઉપયોગમાં ઘટાડો થયો છે. માર્ચમાં 30 કરોડ લીટર પેટ્રોલનું વેચાણ થયું જ્યારે મેમાં તે 50 ટકા ઘટીને 15 કરોડ લીટર અને ડિઝલ માર્ચમાં 44 કરોડ લીટર જ્યારે મેમાં 24 કરોડ લીટરનું વેચાણ થયું હતું.

બીએસ સિક્સ એન્જીનમાં મંજુરી ન હોવાથી વાહન ચાલકો અટવાયા છે

  • લોકો કારમાં સીએનજી કિટ ફિટ કરાવવા માંડ્યા છે. પરંતુ બીએસ સિક્સ એન્જિન વાળી કારમાં સીએનજી કિટ ફિટ કરવા માટેની પરમિશન ન હોવાથી ચાલકો અટવાયા છે.
  • પેટ્રોલ એસોસિએશનના પ્રમુખ બચુ દેસાઈ કહે છે કે, ‘માર્ચ અને મે મહિનાની સરખામણીમાં પેટ્રોલ અને ડિઝલના વપરાશમાં 50 ટકા ઘટાડો આવ્યો છે.’
  • 20 વર્ષથી સીએનજી કિટ ફિટ કરવાનો વ્યવસાય કરતાં સંજય કથિરિયા કહે છે કે, ‘પહેલાં રોજ 5 ઈન્કવાયરી આવતી હતી હવે 10થી વધારે આવી રહી છે.’
સુરત જિલ્લામાં પેટ્રોલ-ડિઝલનો વપરાશ થયો
માસપેટ્રોલડિઝલ
માર્ચ3044
એપ્રિલ2841
મે1524

પેટ્રોલ-ડિઝલના ઓછા વેચાણ પાછળ આંશિક બંધ કારણભૂત, 1 મેના રોજ ડિઝલનો ભાવ 86.99 હતો જે 2 જૂને 92.30 થઇ ગયો

અન્ય સમાચારો પણ છે...