ચેતવણીરૂપ કિસ્સો:સુરતમાં લિવ-ઈનમાં રહેતા કપલે લોભ-લાલચ આપતા ઘરેથી ભાગી ગયેલી કિશોરી છેડતીનો ભોગ બની

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સારા છોકરા સાથે લગ્ન કરાવીશું કહી કિશોરીને ભોળવી હતી (પ્રતિકાત્મક તસવીર). - Divya Bhaskar
સારા છોકરા સાથે લગ્ન કરાવીશું કહી કિશોરીને ભોળવી હતી (પ્રતિકાત્મક તસવીર).
  • સગીરાએ પહેલાં માતા-પિતાના ત્રાસથી ભાગી હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું
  • કપલે સગીરાને લલચાવી ઘરમાં રાખ્યા બાદ યુવકના ઘરે મોકલતા તેણે છેડતી કરી

સુરતમાં એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં કતારગામ વિસ્તારમાં રહેતી એક કિશોરી પોતાના ઘરેથી ભાગી ગઈ હતી. પરિવારે અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી. દરમિયાન કિશોરી એક અઠવાડિયા બાદ ઘરે પરત ફરી હતી. પોલીસે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં એક લિવ-ઈનમાં રહેતા કપલે લોભ-લાલચ આપતા ઘરેથી ભાગી તેના ઘરે જતી રહી હતી. ત્યારબાદ કપલે અન્ય એક યુવકના ઘરે મોકલી હતી. જ્યાં યુવકે સગીરા પર દાનત બગાડી છેડતી કરી હતી.

પરિવારને જાણ કર્યા વિના કિશોરી ઘેરથી ચાલી ગઈ
મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં મૂળ ભાવનગરના કેતનભાઈ (નામ બદલ્યું છે)ને સંતાનમાં એક પુત્ર અને એક 17 વર્ષીય પુત્રી છે. ગત 10 ઓક્ટોબરના રોજ દીકરી પ્રિયંકા (નામ બદલ્યું છે) પરિવારને જાણ કર્યા વિના ચાલી ગઈ હતી. શોધખોળ છતાં પ્રિયંકા મળી આવી ન હતી. જેથી ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

કિશોરીએ માતા-પિતાના ત્રાસથી કંટાળી ભાગી હોવાનું જણાવ્યું હતું
કિશોરીના અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન અઠવાડિયા બાદ કિશોરી ઘરે પરત ફરી હતી. જે તે સમયે કિશોરીએ ધરકામ સહિત નાની-નાની બાબતોમાં માતા દ્વારા ત્રાસ આપતા કંટાળી જઈ ઘર છોડી ગઈ હોવાનું પોલીસમાં નિવેદન નોંધાવ્યું હતું. જોકે, પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

કિશોરીના માતા-પિતા સાથે મળી તેણીને શોધવાનું કપલે નાટક પણ કર્યું હતું (પ્રતિકાત્મક તસવીર).
કિશોરીના માતા-પિતા સાથે મળી તેણીને શોધવાનું કપલે નાટક પણ કર્યું હતું (પ્રતિકાત્મક તસવીર).

કિશોરીને શોધવામાં મદદ કરનાર કપલ જ આરોપી નીકળ્યું
પોલીસે જણાવ્યું હતું કે, પ્રિયંકાને નજીકની સોસાયટી લિવ-ઈનમાં રહેતા કાજલ મિશ્રા અને કિશોર ગોહિલે વાતોમાં ભોળવી વિશ્વાસમાં લીધી હતી. કહ્યું હતું કે, અમારી સાથે રહેશે તો તારી જિંદગી સુધરી જશે. સારા છોકરા સાથે લગ્ન કરાવીશું. જેથી લાલચમાં આવી ગયેલી કિશોરી ઘરેથી ભાગઈ કાજલના ઘરે રહેવા ચાલી ગઈ હતી. એક બે દિવસ કિશોરી કાજલના ઘરે રહી હતી. બીજી તરફ કાજલ અને કિશોર કિશોરીના માતા-પિતા સાથે મળી તેણીને શોધવાનું નાટક પણ કર્યું હતું. કિશોરી પોતાના ઘરે હોવા છતાં વાત છુપાવી હતી.

કિશોરી પોતાના ઘરે હોવા છતાં કપલે વાત છુપાવી હતી (પ્રતિકાત્મક તસવીર).
કિશોરી પોતાના ઘરે હોવા છતાં કપલે વાત છુપાવી હતી (પ્રતિકાત્મક તસવીર).

છેડતી કરનાર યુવક અને કપલની ધરપકડ
પ્રિયંકાને થોડા દિવસ ઘરે રાખ્યા બાદ પ્રકાશ નાગર નામના યુવકના ઘરે મોકલી દેવામાં આવી હતી. જ્યાં પ્રકાશે કિશોરી પર દાનત બગાડી છેડતી હતી. જેથી કાજલ અને કિશોર જ પ્રિયંકા મળી ગઈ છે કહીં ઘરે મૂકવા ગયા હતા. જે તે સમયે ધાકૃધમકીથી ગભરાઈને કિશોરીએ સમગ્ર હકીકત છુપાવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ કેસમાં એપહરણ, છેડતી અને પોક્સોની કલમનો ઉમેરો કરી કાજલ, કિશોર અને પ્રકાશની ધરપકડ કરી છે.