તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ બન્યો હત્યારો:સુરતના પાંડેસરામાં પારિવારિક ઝઘડામાં પતિએ માર મારીને પત્નીની હત્યા કરી

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે હત્યાના આરોપીને પતિને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસે હત્યાના આરોપીને પતિને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • પોસ્ટમોર્ટમાં મહિલાના પાછળ પાંસળીઓ તૂટેલી હાલતમાં મળી આવી હોવાનું સામે આવ્યું

પાંડેસરા સત્ય નારાયણ નગરના એક મકાનમાંથી રહસ્યમય રીતે મોતને ભેટેલી મહિલાના મૃતદેહના પોસ્ટ મોર્ટમમાં હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે પતિ અટક કરી તપાસ હાથ ધરી છે. મૃતક કવિતાના બીજા લગ્ન હોવાનું અને પારિવારિક ઝઘડામાં દારૂદિયા પતિએ કવિતાને લાત અને ઢીકકા મુક્કીનો માર મારી પતાવી દીધી હોવાની ચર્ચા સામે આવી છે. પોસ્ટ મોર્ટમ કરનાર ડો. બર્મન એ કવિતાના મોત પાછળ પાંસળીઓ તૂટેલી હાલતમાં મળી આવી હોવાનું કારણ બતાવ્યું છે.

પતિએ માર માર્યો હતો
નાનેશ્વર સાહેબરાવ પાટીલ (મૃતક કવિતાનો ભાઈ) એ જણાવ્યું હતું કે, બહેનના વિજય પાટીલ સાથે બીજા લગ્ન હતાં. જેને 13 વર્ષ થઈ ગયા છે. પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ કવિતા ત્રણ સંતાનો સાથે વિજય સાથે રહેતી હતી. વિજય મિલમાં મજૂરી કામ કરતો હતો. બહેન ક્યારેક ક્યારેક પતિ સાથે કામ પર પણ જતી હતી. બન્ને વચ્ચે પારિવારિક ઝગડા થતા હતા. પહેલી જૂનના રોજ થયેલા ઝઘડામાં પતિ વિજયએ દારૂ ના નશામાં કવિતાને લાત અને ઢીકકા મુક્કીનો માર માર્યો હતો. ત્યારબાદ કવિતા બેભાન થઈ જતા હોસ્પિટલ લઈ જવાય હતી. જ્યા તેને મૃત જાહેર કરાતા પોસ્ટ મોર્ટમમાં હત્યા કરાઈ હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વિજયએ પત્નીને માર માર્યો જોવાની કબૂલાત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ફોરેન્સિક માટે રીફર કરાયું હતું-ડોક્ટર
સુરત સિવિલ હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ કરનાર ડો. બર્મનએ જણાવ્યું હતું કે, કવિતાનું મૃત્યુ શંકાસ્પદ જ હતું. મેં ફોરેન્સ્ટિકમાં રીફર પણ કર્યું. જોકે એમને કોઈ શંકાસ્પદ ન હોવાનું કહેતા પોસ્ટ મોર્ટમ કર્યું હતું. જેમાં બોડી ખોલ્યા બાદ પાંસળીઓ તૂટેલી હાલતમાં મળી આવી હતી. જ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને મહિલા પીએસઆઇને બોલાવી તમામ હકીકતોથી વાકેફ કર્યા હતા.