ચોંકવાનાર કિસ્સો:સુરતના ઊનમાં ઘરકંકાસમાં માતાએ નવજાતને નદીમાં ફેંકીને અપહરણનું તરકટ રચ્યું

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 18 દિવસની બાળકીને ફેંક્યા બાદ પોલીસ ફરિયાદ કરી
  • બાળકીને તાપીમાં ફેંકી છે કે કેમ તે અંગે પોલીસ પણ મુંઝવણમાં

પતિ સાથેના ઘરકંકાસમાં સચિન ઊનના શ્રમ વિસ્તારમાં માતાએ 18 દિવસની નવજાત બાળકીને નદીમાં ફેંકી દીધી હોવાનો ચોંકવાનાર કિસ્સો સામે આવ્યો છે. પોલીસે માતાની જુબાની લઈ બાળકીની શોધખોળ શરૂ કરી છે. જોકે હજુ સુધી બાળકોનો કોઈ વાવડ મળ્યો નથી.

સચિન ઉન વિસ્તારમાં શુક્રવારે સાંજે બાળકી ગુમ થઈ હોવાનો કોલ મળતા સચિન જીઆઇડીસી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે સ્થાનિકો સાથે આજુબાજુના વિસ્તારોમાં તપાસ કરી છતાં બાળકીનો કોઈ વાવડ મળ્યો ન હતો. બાળકીની માતાની વાત પર પોલીસને શંકા જતા પોલીસે શુક્રવારે મોડીરાતે માતાની પૂછપરછ કરતા તેણીએ ખુલાસો કર્યો હતો કે ઘરકંકાસના કારણે તેણીએ બાળકીને ચોકબજાર હોપપુલ પરથી તાપી નદીમાં ફેંકી દીધી છે. 39 વર્ષીય મુસ્લિમ પરિણીતાનો પતિ જોડે શુક્રવારે ઘરકંકાસ થયો હતો. મહિલાના આ ત્રીજા લગ્ન છે. રિક્ષાચાલક પતિ સાથે ઘરકંકાસ બાદ મહિલા બાળકીને તાપી નદીમાં ફેંકી ઘરે આવી ગઈ હતી. ઘરે આવી મહિલાએ નાટક કર્યંુ કે તે ટોઇલેટ ગઈ તે અરસામાં રૂમમાંથી કોઈ બાળકીનું અપહરણ કરી ગયું છે. જેથી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે મહિલાની પૂછપરછ કરતા તેણીએ બાળકીને તાપીમાં ફેંકી દીધી હોવાની વાત કરી હતી. જો કે ખરેખર બાળકીને તાપી નદીમાં ફેંકી છે કે કેમ તે અંગે ખુદ પોલીસ પણ મુંઝવણમાં છે. સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

શોધખોળ ચાલુ પણ બાળકીનો વાવડ ન મ‌ળ્યો
ઘટનાને પગલે પોલીસે ફાયરની મદદ લઈ રાત્રીના 12 વાગ્યાથી મળસ્કે 3 વાગ્યા સુધી શોધખોળ કરી છતાં બાળકીનો કોઈ વાવડ મળ્યો ન હતો. શનિવારે સવારે ફાયરના જવાનોએ પોલીસની સાથે તાપી નદીમાં ખાસ કરીને ડુમસ, મગદલ્લા, કોઝવે, ઉમરા કેબલ બ્રિજ સહિતના દરિયાપટ્ટીમાં શોધખોળ કરી છતાં બાળકી ન મળી.

અન્ય સમાચારો પણ છે...