‘ઇશારો ઇશારો મેં....’:સુરતમાં ભાજપના સ્નેહમિલનમાં પ્રદીપસિંહ વાઘેલાએ શહેર પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીને પાછળ આવવા ઇશારા કર્યા

સુરત9 દિવસ પહેલા
દર્શના જરદોશને ઇશારાથી પાછળ આવવા કહ્યું.

સ્નેહમિલન કાર્યક્રમમાં મંચ પર આશ્ચર્યજનક દૃશ્યો જોવા મળ્યાં હતાં. યુવા મોરચાના પ્રમુખે સ્ટેજ પર ભારે કરી. પ્રદેશ પ્રમુખ અને સીએમની સાથે ઊભેલા શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને કેન્દ્રીય રેલવે તથા ટેક્સટાઈલમંત્રી દર્શના જરદોશને બેસી જવાનો ઇશારો કર્યો હતો.

પ્રદીપસિંહ વાઘેલાને હાથ અડાડીને પાછળ ખેંચ્યા હતા.
પ્રદીપસિંહ વાઘેલાને હાથ અડાડીને પાછળ ખેંચ્યા હતા.

દર્શના જરદોશના હાવભાવ બદલાયેલા હતા
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, પ્રદીપસિંહ વાઘેલાને જાણે નિરંજન ઝાંઝમેરા અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ કદાચ સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલની ફોટોફ્રેમ બગાડતા હશે એવું લાગ્યું હશે. પરંતુ આ સ્ટેજ પર બેઠેલા તમામ લોકો પણ જોઈ રહ્યા હતા. દર્શના જરદોશ પણ પ્રદીપસિંહ વાઘેલાના વર્તનને સમજી શક્યા ન હોય તેવું લાગે છે. જોકે ત્યારબાદ દર્શના જરદોશના ચહેરાના ભાવ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બદલાયેલા જોવા મળ્યા હતા.

ચારેય મંત્રીએ હાથ ઊંચા કરી ફોટોશૂટ કરાવ્યું.
ચારેય મંત્રીએ હાથ ઊંચા કરી ફોટોશૂટ કરાવ્યું.

હાથ અડાડીને નિરંજન ઝાંઝમેરાને પાછળ આવવા કહ્યું
મંચ ઉપર મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ લોકોનો અભિવાદન ઝીલતા હતા ત્યારે નિરંજન ઝાંઝમેરા, સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ ક્રમમાં ઊભા હતા. તેમની પાછળ ઉભેલા પ્રદીપસિંહ વાઘેલાએ નિરંજન ઝાંઝમેરાને હાથ અડાડીને પાછળ પાછળ ખુરશી પર આવીને બેસી જવા કહ્યું. પરંતુ તે જ સમયે ક્રમમાં ઊભેલા ચારેય નેતાઓએ એકબીજાનો હાથ પકડીને ઉપર કર્યા હતા.

દર્શના જરદોશને સ્થાન લેવાનો ઇશારો કર્યો
પ્રદીપસિંહ વાઘેલાએ ફરી એક વખત સ્ટેજ ઉપર નિરંજન ઝાંઝમેરા અને દર્શના જરદોશની હાજરી ખટકતી હોય તેવું વર્તન કર્યું હતું. તેમણે નિરંજન ઝાંઝમેરા અને દર્શના જરદોશને ઈશારામાં પોતાનું સ્થાન લેવા માટે કહ્યું હતું અને માત્ર સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલને જ સ્ટેજ ઉપર ઉભા રાખવાનો આગ્રહ રાખ્યો હતો. અહીં પણ પ્રદીપસિંહ વાઘેલાનો આ પ્રકારનું વર્તન અચરજ પમાડે તેવું લાગ્યુ હતું.

પ્રદીપસિંહનું વર્તન અચરજ પમાડે તેવું
પ્રદીપસિંહ વાઘેલા આ પ્રકારે શા માટે તેમને ખુરશી પર બેસી જવા માટે નિર્દેશ કરી રહ્યા છે કદાચ તે પણ સમજી શક્યા નહીં હોય. પ્રદીપસિંહ વાઘેલાને માત્ર પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ ઊભા રાખવાનો આગ્રહ કેમ હતો તે તો તેઓ જ જવાબ આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...