તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:9 દિવસમાં એક્ટિવ કેસ 21 હજારથી ઘટી 11 હજાર થયા, નવા 1055 કેસ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાથી વધુ 13 દર્દીનાં મૃત્યુ, 2084 સાજા થયા
  • રાંદેરમાં સૌથી વધુ 214, વરાછા-એમાં 51 કેસ નોંધાયા

છેલ્લા અઠવાડિયાથી નવા કેસો ઘટતા છેલ્લા નવ દિવસમાં 10 હજાર એક્ટિવ કેસો ઓછા થયા છે. 2મેના રોજ 21417 એક્ટિવ કેસ હતાં જે ઘટીને 11305 નોંધાયા છે.શહેરમાં 790 અને જિલ્લામાં 265 કેસ સાથે મંગળવારે કોરોનાના વધુ 1055 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 130918 થઈ ગઈ છે. મંગળવારે શહેરમાં 08 અને જિલ્લામાં 05 મળી શહેર જિલ્લામાં 13 કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1907 થઈ ગયો છે. તેની સામે શહેરમાંથી 1712 અને જિલ્લામાંથી 372 મળી શહેર જિલ્લામાંથી 2084 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 117706 કોરોનાના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. મંગ‌ળવારે રાંદેર, કતારગામ, અઠવામાં વધુ કોરોનાના કેસ નોંધાયા હતાં.

શહેરના કુલ કેસના 20 % કેસ અઠવામાંથી નોંધાયા

ઝોનકેસકુલ કેસ
સેન્ટ્રલ559767
વરાછા-એ5110240
વરાછા-બી539527
રાંદેર21418511
કતારગામ10414378
લિંબાયત5810067
ઉધના529498
અઠવા20320720
કુલ790102708
અન્ય સમાચારો પણ છે...