તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:7 દી’માં 60 હજાર વેપારી -દોઢ લાખ લેબરના ટેસ્ટનો ટાર્ગેટ, એક દિવસમાં 1402 ટેસ્ટ થયાં

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા માર્કેટ, કોમ્પલેક્ષમાં હાઇરિસ્ક વાળા લોકોનું ટેસ્ટિંગ કરી રહી છે

પાલિકાએ 3 એપ્રિલે પરિપત્ર બહાર પાડી જણાવ્યું હતું કે શહેરમાં કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપે ફેલાઈ રહ્યું છે અને જ્યાં વધારે પ્રસરવાની શક્યતા છે તેવા ટેક્સટાઇલ, ડાયમંડ યુનિટ, હીરા બજાર, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મોલમાં ત્યાંના માલિક, મેનેજર અને કર્મચારી કે જે 45 વર્ષથી વધુની ઉમરના છે અને હાઇરિસ્કમાં આવે છે અને તેમણે વેક્સિન લીધી હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. જેમની ઉમર 45 વર્ષથી ઓછી હશે અને જેમનો આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ નહીં થયો હશે તેમને પ્રવેશ નહીં અપાશે.

આ બાબતને લઇને માર્કેટના વેપારીઓના મનમાં કેટલાક સવાલો ઉભા કર્યા છે. કારણકે પાલિકા દ્વારા કાપડ માર્કેટના વેપારી અને લેબરોના ટેસ્ટ માટે જ્યારે વ્યવસ્થા જ નથી તો તેઓ કેવી રીતે ટેસ્ટ કરાવે. કાપડ માર્કેટમાં 60 હજાર કાપડ વેપારી છે, સ્ટાફ, કટિંગ, પેકિંગ અને હમાલી સહિત 1 લાખ 50 હજાર લેબર અને શ્રમિકો છે. એક અઠવાડિયામાં બધાંના ટેસ્ટ કરવા શક્ય નથી.

ડાયમંડ અને અન્ય ઉદ્યોગોમાં પણ આ જ સ્થિતિ
ડાયમંડ યુનિટ, હીરા બજાર, કોમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્ષ, મોલના માલિક,મેનેજર અને કર્મચારીઓ બધાં માટે આ જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં બધાંનો ટેસ્ટ કરવો ખુબ જ મુશ્કેલ છે. આના માટે તંત્ર દ્વારા કોઇ બીજા વિકલ્પ માટે વિચાર કરવો જોઇએ. જેથી ધંધા-રોજગાર પર પણ અસર ન પડે.

લિંબાયત ઝોનેની 7 ટીમે 752 ટેસ્ટ કર્યા
મંગળવારે લિંબાયત ઝોનની 7 ટીમે 752 ટેસ્ટ કર્યા હતા. જેમાં 11 પોઝિટિવ આવ્યા હતા. સેન્ટ્રલ ઝોનમાં 6 ટીમ દ્વારા 650 રેપિડ ટેસ્ટ કરાતા 3 પોઝિટિવ આવ્યા, હવે 2.10 લાખ લોકોમાં વેપારી અને લેબરની સંખ્યા લગભગ 1 લાખ 70 હજાર છે. એક અઠવાડિયામાં 9 હજાર 814 ટેસ્ટ જ કરી શકાયા.

ટેસ્ટની વેલિડિટીના 7 દિવસ નક્કી કરાઈ છે
આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટની વેલિડિટી 7 દિવસ નક્કી કરવામાં આવી છે. ત્યાર પછી બીજું ટેસ્ટ કરાવવાનું રહેશે. મહત્વની વાત એ છે કે, આ ગતિએ જો ટેસ્ટ થશે તો 7 દિવસમાં 45 વર્ષથી ઓછી ઉમરના બધાં જ લોકોના ટેસ્ટ કેવી રેતી થશે. કારણ કે કાપડ માર્કેટમાં આછોમાં ઓછા 2 લાખથી વધુ લોકો છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો