હવામાન:5 દિવસમાં ઠંડી વધી તાપમાન 22થી ઘટીને 20 ડિગ્રી થઈ શકે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દિવસનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું
  • ઉકાઇ​​​​​​​ ડેમની સપાટી 345.49 ફૂટ પર સ્થિર

શહેરમાં આગામી દિવસમાં ઠંડીની અસર વધશે. રાત્રિનું તાપમાન ગગડીને 20 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. હાલમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી છે. આગામી દિવસમાં ઉત્તરના પવનો શરૂ થશે. જેથી ઠંડીનું જોર વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 90 ટકા અને સાંજે 50 ટકા નોંધાયું છે. વેસ્ટ દિશાથી 6 કિ.મીની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે.

શહેરમાં આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાન 31.2 ડિગ્રીથી 33.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી 22 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.નોંધનીય છે કે, ઉકાઇ ડેમની સપાટી 345.49 ફૂટે સ્થિર થઇ છે. ઇનફલો અને આઉટફલો 16661 ક્યુસેક છે. વિયર કમ કોઝવેની સપાટી 6.62 મીટર થઇ છે. ભયજનક લેવલ 6 મીટર છે. સપાટીમાં તબક્કાવાર ઘટાડો થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...