વેપારીઓ ફરતે ગાળિયો:4 વર્ષમાં ઇ-ઇનવોઇસની સીમા 500 કરોડથી ઘટી 10 કરોડ પર આવી ગઈ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તહેવારોના દિવસોમાં વેપારીઓ પર ઇ-ઇનવોઇસરૂપી ગાળિયો
  • ​​​​​​​ઇ-વે બિલ જનરેટ ​​​​​​​થયા બાદ ફાડી નંખાતા હોવાની GSTને બાતમી મળી હતી

તહેવારોમાં વેપારીઓ ફરતે ગાળિયો કસવા 1 ઓકટોબરથી ઇ-ઇનવોઇસની સીમા ઘટાડીને 10 કરોડ થવા જઈ રહી છે. સૂત્રો કહે છે કે GST બાદથી જો 10 કરોડનું ટર્નઓવર થયું હોય અને ત્યારબાદ ન થયું હોય તો પણ ઇ-ઇનવોઇઝ ફરજિયાત છે. અગાઉ મેન્યુઅલ ઇનવોઇસમાં મોટા ખેલ થતા હતા. ઘણા વેપારી ઇશ્યુ કરાવીને માલ લઇ જતા હતા અને માલ પહોંચી જાય એટલે બિલ ફાડી નાંખી વ્યવહાર અદ્શ્ય કરી દેતા હતા. બાર પ્રમુખ પ્રશાંત શાહ કહે છે કે ટર્નઓવર વધે-ઘટે છે, પરંતુ આ વિચિત્ર નિયમ લાગુ થશે જ.

ઇ-ઇનવોઇસ શું છે -ઇનવોઇસ ગાયબ કરી ન શકાશે
ઇ-ઇનવોઇસ વેપારીએ જનરેટ કરવાનું છે. આ માટે સોફ્ટવેર પણ લેવું પડશે. જેમાં માલ ખરીદનાર-વેચનારનું નામ, માલનો જથ્થો અને રકમ હશે. ઉપરાંત કેટલો ટેક્સ થાય તે હશે. જનરેટ થતાં જ તે જીએસટી પોર્ટલ પર આવી જશે. એટલે તેને ગાયબ કરી ન શકાય.

એક્સપર્ટ: કરચોરી અટકશે, પ્રામાણિકને ક્રેડિટ મળશે
સી.એ. નીરજ બજાજ કહે છે કે આ ફેરફારો કરચોરીને અંકુશમાં રાખશે. 1 ઓકટોબર 2018માં ઇ-ઇનવોઇસની સીમા 500 કરોડ હતી જે તબક્કાવાર ઘટીને હવે 10 કરોડ પર આવી ગઈ છે. જો તમે અન રજિસ્ટર્ડ વેપારીને સપ્લાય કરો તો ઇ-ઇનવોઇસ જનરેટ કરવાની જરૂર નથી. ખરીદારોને આઇટીસીનો લાભ સરળતાથી મળશે અને દાવો કરવાનું પણ સરળ બનશે.

અન્ય સમાચારો પણ છે...