સુવિધાઓ:શહેરમાં 4 વર્ષમાં 500 ઈ-બસ 40 હજાર ઈ-વ્હીકલ શરૂ કરાશે

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દુબઈ વર્લ્ડ એક્સ્પોમાં પાલિકાએ પોલિસી રજૂ કરી
  • 500 ચાર્જિંગ સ્ટેશન, વિવિધ રાહતો પણ અપાશે

દુબઇ વર્લ્ડ એક્સપોમાં પાલિકાએ સમગ્ર દેશમાં સુરતમાં લાગુ થનારી ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી અંગે ઓનલાઇન માહિતી રજૂ કરી હતી. મળતી માહિતી અનુસાર, 31 ઓકટોબરથી 6 નવેમ્બર દરમિયાન અર્બન રૂરલ ડેવલપમેન્ટ વીકના આયોજનમાં ઈલેક્ટ્રીક મોબિલિટી મૂવિંગ ટુવર્ડ્ઝ સસ્ટેનેબલ ફ્યુચર વિષય પર મહત્વની ઈવેન્ટનું આયોજન કરાયું હતું. આ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં રાજ્ય સરકારે નિર્ધારિત કરેલા ઇલેક્ટ્રિક વ્હીકલના લક્ષ્યાંકમાંથી 20% એટલે કે 40,000 ઇલેક્ટ્રિક વ્હીકલ 4 વર્ષમાં શહેરની પરિવહન વ્યવસ્થામાં સામેલ થશે.

આ માટે મહાપાલિકા દ્વારા 500 પબ્લીક ચાર્જીંગ સ્ટેશન, વ્હીકલ ટેક્ષમાં માફી, એન્વાર્યમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જમાં રાહત, ફ્રી પાર્કીંગ સુવિધા તેમજ અન્ય સુવિધાઓ આપવામાં આવશે તે અંગેની વિગતો મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ આપી હતી. સુરત મહાનગર પાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ સીસ્ટમ અંતર્ગત હાલમાં કાર્યરત 800 જેટલી સિટી બસ, બીઆરટીએસમાં આગામી વર્ષના અંત સુધીમાં કુલ 500 જેટલી ઇલેક્ટ્રિક બસ દોડાવાશે.