તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બુધવારે કતારગામના હરિદર્શનના ખાડા વિસ્તારમાં ધારાસભ્ય વિનુ મોરડીયા ભાજપના પ્રચાર માટે સભા સંબોધવા ગયા હતા. સભા દરમિયાન ત્યાં જ રહેતો રાજુ જોધાણી નામનો વ્યક્તિ વિનુ મોરડીયાને તમે કોવિડમાં ક્યાં હતા? સિવિલના કોઈ ઠેકાણાં ન હતાં. માસ્કના નિયમ ખાલી પ્રજા માટે, નેતાઓને દંડ કેમ નહી ? જેવા પ્રશ્નો કરતા વિનુ મોરડીયા અકળાયા હતા. સભા બાદ પણ રાજુ જોધાણીએ MLA સાથે બોલાચાલી કરતા તેમણે પોલીસને ફોન કરી રાજુ અને રાજુના પિતા મગન જોધાણી(71)ને પોલીસને હવાલે કરતા બંનેએ રાત્રી કસ્ટડીમાં વિતાવી પડી હતી.
આપના પ્રદેશ પ્રમુખે કહ્યું ‘સવાલ કરવાની સજા આપી’
સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાળીયાએ જણાવ્યું હતું કે, મને આ બાબત એક વ્યક્તિ દ્વારા ફોન કરી જણાવવામાં આવી હતી. જેને પગલે હું ચોક બજાર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને મામલો જાણવા પ્રયાસ કર્યો તો ભાજપની ગુંડાગીરી સામે આવી હતી. પિતા-પુત્રને ધારાસભ્યની ફાકા ફોજદારી સામે સવાલ કરવાની સજા મળી છે.
MLAએ મારા પુત્રને કહ્યું, આ પીધેલો આવ્યો છે
MLAએ કહ્યું કે મારો પુત્ર પીધેલો છે, તેને બહાર નાખી આવો. જેથી બે-ચાર જણા તેને બહાર નાખવા જતા હતા, જેની જાણ થતાં હું ગયો હતો. રાત્રે પોલીસ અમને લઇ ગઇ. > મગન જોધાણી, રાજુભાઈના પિતા
હું જે ઘરે બેઠો હતો ત્યાં રાજુએ મગજમારી કરી
હા, મેં પોલીસને કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, અહીં એક જણ મગજમારી કરે છે. હું જે ઘરમાં બેઠો હતો ત્યાંના સ્થાનિક રહેવાસી સાથે પણ બોલાચાલી કરવા લાગ્યો હતો. > વિનુ મોરડીયા,ધારાસભ્ય
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.