સુવિધા:35 વર્ષે રેલવેએ વરાછા ગરનાળાનો રસ્તો પહોળો કરવા જમીન આપી

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરવટમાં ખાડી બ્રિજ માટે જમીનનો કબજો મેળવાયો

વરાછા પોદાર આર્કેડથી ખાંડ બજાર ગરનાળા સુધી રોડની બંને બાજુ 3 મીટરના એલાઇન્ટમેન્ટ માટે રેલવેની જમીનનો કબજો ન મળતા ગરનાળા પાસેનું બોટલનેક ટ્રાફિક સમસ્યાનું કેન્દ્ર બનતું હતું. આશરે 35 વર્ષથી પાલિકા તથા રેલવે વચ્ચેની વાતચીત બાદ સોમવારે જમીનનો કબજો સુપરત કરાતા જ પાલિકાએ મંગળવારે બોટલનેકનું ડિમોલિશન કર્યું હતું. આશરે 301.80 સ્કવેર મીટર જેટલી જમીનનો કબજો મળતાં વર્ષો જુની ટ્રાફિક સમસ્યા ઉકેલાશે.

ખાંડ બજાર ગરનાળા પાસે રેલવે કોલોની નજીક તથા બીઆરટીએસ શેલ્ટરની સામેની જમીન લાઇનદોરીમાં આવતી હોવા છતાં રેલવે તંત્રએ જમીનનો કબજો આપવા મુદ્દે બાંયો ચઢાવી હતી. અગાઉ અવાર-નવાર લેખિત તથા મૌખિક રજૂઆતો બાદ પણ રેલવે વિભાગે જમીનનો કબજો આપવા પેટે સુરત રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર નજીકની જકાત ખાતાના નામે ચાલતી ઓફિસની માંગણી કરી હતી. અન્યથા જમીનના કબજા પેટેની કિંમત ચુકવવા જણાવી દીધું હતું.

આ ઉપરાંત પાલિકાએ પરવત ગામ તથા માધવબાગ સોસાયટીને જોડતા અને ખાડી બ્રિજ માટે પણ 1500 સ્કવેર ફૂટ જમીનનો કબજો મેળવ્યો હતો. મંગળવારે સવારે ટીપી વિભાગે ફાઇનલ પ્લોટમાં એલાઇન્ટમેન્ટ નક્કી કર્યું હતું. આ પહેલાં આ માર્ગ 9 મીટરનો હતો. જોકે ખાડી બ્રિજ માટે 18 મીટરની જરૂર ઊભી થઇ હતી. હવે મીડલ રિંગરોડ અને માધવ બાગ સોસાયટીને જોડતા ખાડી બ્રિજનું નિર્માણ ઝડપ પકડશે.

અન્ય સમાચારો પણ છે...