• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In 3 Out Of 4 Cases Of Omicron, Samples Were Sent To Gandhinagar To Find Out Which Is The Variant Of International Travel History, 300 Transmissions.

કોરોનાની ઝડપ વધી:ઓમિક્રોનના 4માંથી 3 કેસમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી, 300 સંક્રમિતોમાં કયો વેરિએન્ટ છે તે જાણવા સેમ્પલ ગાંધીનગર મોકલાયા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરમાં છેલ્લા છ જ દિવસમાં કોરોનાના આઠ ગણા કેસ વધી ગયા હતા.  25 ડિસેમ્બરે કોરોના કેસ 20 હતા જે સપ્તાહમાં જ 164 પર 
પહોંચી ગયા છે - Divya Bhaskar
શહેરમાં છેલ્લા છ જ દિવસમાં કોરોનાના આઠ ગણા કેસ વધી ગયા હતા. 25 ડિસેમ્બરે કોરોના કેસ 20 હતા જે સપ્તાહમાં જ 164 પર પહોંચી ગયા છે
  • જિલ્લામાં 8 કેસ સહિત કુલ 162 કેસ નોંધાયા, નવા 156માંથી ઓમિક્રોનના 4 કેસ
  • પાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.મહેન્દ્ર પટેલ, તેમના પુત્ર, પુત્રી પણ પોઝિટિવ
  • 26 વિદ્યાર્થીઓ, શહેર ભાજપ પ્રમુખ પણ સંક્રમિત, અઠવામાં 76 કેસ

શહેરમાં શનિવારે કોરોનાના નવા 156 કેસ અને જિલ્લામાં 8 મળી કુલ 162 કેસ નોંધાયા હતા. જેમાં ઓમિક્રોનના નવા નોંધાયેલા 4 કેસમાં 3ની વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી છે. વધુ 26 વિદ્યાર્થી પણ પોઝિટિવ આવ્યા છે. જે એસ.ડી.જૈન, લૂડસ કોન્વેન્ટ, સેવન્થ ડે, જે.એચ.અંબાણી, પી.પી.સવાણી (હીરાબાગ), એલ.પી.સવાણી (પાલ) અને વનિતા વિશ્રામ સ્કૂલના છે.

શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને પણ ચેપ લાગ્યો છે.પાલિકાના સેન્ટ્રલ ઝોનના ડે.હેલ્થ ઓફિસર ડો.મહેન્દ્ર પટેલ પણ સંક્રમિત થયા છે. તેમના કોન્ટેક ટ્રેસીંગમાં પુત્ર- પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણેય હોમ આઇસોલેશનમાં છે. શનિવારે 6 દર્દીને રજા આપી છે. 156માંથી અઠવા ઝોનમાં જ માત્ર 76 કેસ છે. કુલ એક્ટીવ કેસ 546 છે. જેમાંથી 20 હોસ્પિટલમાં છે.

વેસુ,અડાજણ,ઉધનાની 3 સોસાયટી કલ્સટર કરી અવરજવર બંધ કરવામાં આવી
વેસુમાં નંદની-1માં એક જ ઘરમાં રહેતા 4 વ્યકતિ, અડાજણમાં સુરભીપાર્ક રો હાઉસના એક જ ઘરમાં ત્રણ વ્યક્તિ અને ઉધનામાં તલંગપુરમાં ભાજી શેઠ ફળિયાના એક જ ઘરના 3 કેસ નોંધાતા આ ત્રણેય સોસાયટીને કલ્સ્ટર જાહેર કરી લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે. 5 પોઝિટિવ વ્યક્તિઓ દુબઇ, કેનેડા અને થાઈલેન્ડની હિસ્ટ્રી ધરાવતા છે.

ઓમિક્રોનના ચાર પૈકી બે દર્દીએ તો ફાઈઝરની રસી લીધી હતી

એક સપ્તાહમાં ભાજપનાં પાંચ નેતાને ચેપ લાગ્યો
ભાજપમાં એક વીકમાં 5 નેતા સંક્રમિત થયા છે. જિલ્લા પ્રમુખ સંદિપ દેસાઈ, શહેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ, ડે. મેયર દિનેશ જોધાણી, ધારાસભ્ય ઝંખના પટેલ અને શનિવારે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પણ સંક્રમિત થયા છે.

તાવ-ગળામાં દુખાવાની સામાન્ય તકલીફ હતી
અઠવામાં રહેતી 47 વર્ષીય મહિલા 19મીએ યુએઇથી પરત આવતા તાવ અને ગળામાં દુખાવાની તકલીફ થતાં 22મીએ પોઝિટિવ આવ્યા હતા. હાલ સારવાર હેઠળ છે, બંને ડોઝ લીધા છે. તેમના સંપર્કમાં આવેલા 46નું ટેસ્ટ કરાતા કોઇ પોઝિટિવ નથી.

વરાછાની યુવતી યુક્રેનથી આવી પણ લક્ષણ ન હતા
યુક્રેનથી આવેલી મોટાવરાછાની 19 વર્ષીય યુવતિનો 28મીએ અમદાવાદ એરપોર્ટ ખાતે ટેસ્ટ કરાતા પોઝિટિવ આવી પણ લક્ષણ ન હતા. હાલ હોમ આઇસોલેશનમાં છે. દર્દીએ રસીના બંને ડોઝ લીધા છે. સંપર્કમાં આવેલા 65 નેગેટીવ આવ્યો છે.

યુકેથી આવેલા યુવકને તાવ અને કફ હતો
પાર્લેપોઇન્ટનો 21 વર્ષીય યુવક યુ.કેથી પરત આવતા તાવ- કફ થતાં 23મીએ પોઝિટીવ આવ્યાે હતાે.તેણે ફાઇઝરના બંને ડોઝ લીધા હતા.સિંગણપોરના હીરા વેપારી યુએઈથી આવતા માથામાં દુખા‌વો થતા પોઝિટિવ આવ્યા હતા તેમણે પણ ફાઈઝર રસી લીધી છે.

300 સંક્રમિતોમાં કયો વેરિએન્ટ છે તે જાણવા સેમ્પલ ગાંધીનગર મોકલાયા

ટ્રાવેલ હિસ્ટ્રી વિનાના 3ને ઓમિક્રોન થતા 553 એરિયામાં સર્વે
શુક્રવારે ટ્રાવેલ હિસ્ટ્રી વગરના 3 ઓમિક્રોન કેસને પગલે પાલિકા તંત્રની ઊંઘ ઉડી હતી. વિભાગે આ દર્દીના સંપર્કમાં આવેલાઓની તપાસ માટે શનિવારે અઠવા ઝોનમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઇસોલેશન સ્ટ્રેજીના ભાગરૂપે કાર્યવાહી કરી હતી. શનિવારે કુલ 138 ધન્વંતરી રથ દ્વારા કુલ 553 વિસ્તારોમાં 24,573 ઘરોમાં ચકાસણી થઇ હતી. શહેરમાં કુલ 17 ઓમિક્રોન કેસને પગલે પાલિકાએ છેલ્લા વીકમાં પોઝિટિવ આવેલા દર્દીઓના સીટી વેલ્યુ રિપોર્ટ મંગાવ્યા હતાં. જેમની સીટી વેલ્યુ 20થી ઓછી મળી છે તેને ઓમિક્રોન છે કે કેમ કે તે જાણવા સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલ્યા છે.20થી ઓછી સીટી વેલ્યુ વાળા 300 દર્દીમાં કયું વેરિએન્ટ ચકાસવા ગાંધીનગર માેકલાયેલા સેમ્પલમાંથી 50ના રિપોર્ટ જાહેર થયાં છે. જ્યારે 250 સેમ્પલ હજુ અન્ડર પ્રોસેસ હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું.

સહકાર નહીં આપનાર સ્કૂલ સામે કાર્યવાહી થશે : પાલિકા
​​​​​​​સોમવારથી સ્કૂલોમાં 15થી18ની વય ધરાવતા વિદ્યાર્થીઓનું રસીકરણ શરૂ થશે. આ પ્રક્રિયામાં સ્કૂલ સ્ટાફ પણ જોતરાશે ત્યારે જો કોઈ સ્કૂલ આ વ્યવસ્થામાં સહકાર ન આપે અથવા નબળો પ્રતિસાદ આપશે તો તે સ્કૂલ સામે કાર્યવાહીનું આયોજન હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગે ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...