સુરત:3 દિવસમાં ઉકાઈ ડેમની સપાટી 3 ફૂટ વધી 323 પર પહોંચી, રૂલ લેવલથી સપાટી 10 ફૂટ નીચે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકાઈ ડેમની ફાઈલ તસવીર - Divya Bhaskar
ઉકાઈ ડેમની ફાઈલ તસવીર
  • છેલ્લા ત્રણ દિવસમાં પાણીની આવક 1 લાખ ક્યુસેક સુધી પહોંચી હતી
  • હાલ ઉકાઈ ડેમમાં 30624 ક્યુસેક પાણની આવક અને 6804 જાવક

શહેર સાથે ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે. સુરત જિલ્લામાં ચાર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 1 મીમીથી લઈને 15 મીમી વરસાદને બાદ કરતાં અન્ય તમામ તાલુકા કોરાકટ રહ્યા હતા. જોકે, ઉપરવાસમાં છેલ્લા 2 દિવસથી પડેલા વરસાદના કારણે સતત ત્રીજા દિવસે ઉકાઈ ડેમમાં હાલ 30 હજાર ક્યુસેક આવક ચાલુ રહી છે. હાલ સપાટી 323.34 ફૂટ પહોંચી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં ઉકાઈ ડેમની સપાટી 320થી 323 ફૂટ પર પહોંચી ગઈ છે.

હથનુર ડેમમાંથી પાણી છોડાતા સપાટીમાં વધારો
ઉકાઈ ડેમની હાલની સપાટી 323.34 ફૂટ છે. ઉકાઈ ડેમનું આજનું રૂલ લેવલ 333 ફૂટ છે. જે હાલની સપાટીથી 10 ફૂટ ઓછું છે. ગુરુવારે 320.19 સપાટી હતી. હથનુર ડેમની સપાટી 209.400 મીટર નોંધાય છે અને 8900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનુર ડેમમાંથી પાણી છોડાતા છેલ્લા ત્રણ દિવસમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક સુધી પહોંચી ગઈ હતી. જેથી ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે.