કાર્યવાહી:2022માં રેલવે પોલીસે 35 લાખના ગાંજા સાથે 23 આરોપીને પકડ્યા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પુરી એક્સપ્રેસ ગાંજાના સપ્લાય માટે બની મુખ્ય ટ્રેન
  • 350 કિલોથી વધુનો ગાંજો પકડાયો હતો, 10 હજી ફરાર

સુરત રેલવે પોલીસ દ્વારા માત્ર પુરી એક્સપ્રેસમાંથી જ વર્ષ-2022 દરમિયાન 350 કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડ્યો હતો. જેની કુલ કિંમત રૂ.35 લાખથી વધુની હતી. આ ગુનામાં પોલીસે કુલ 23 જેટલા આરોપીઓને પકડી પાડ્યા હતા, જ્યારે હજુ પણ 10 જેટલા આરોપીને પકડવાના બાકી છે.

પોલીસે 35 લાખથી વધુની કિંમતનો ગાંજો પકડ્યો હતો, જેમાં કુખ્યાત અનિલ પાંડે અને સુનિલ પાંડે સંડોવાયેલા હતા. આ બંનેએ પોતાના સાગરીતો મારફતે પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજો સપ્લાઇ કર્યો હતો. રેલવે પોલીસના ચોપડે હજુ પણ આ પાંડે બ્રધર્સ વોન્ટેડ છે. આ ઉપરાંત અન્ય 10 જેટલા પણ બીજા આરોપી પોલીસ પકડથી દૂર છે. સુરત રેલવે પોલીસે વર્ષ-2022માં કુલ 23 જેટલા કેસો નોંધ્યા હતા અને તેમાંથી 22 આરોપી પકડાયા હતા. અને તેમની સામે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...