• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In 2017 Varachha Kamrej Seat Was Won By BJP By A Margin Which Was Many Times The Number Of Votes It Took In The 2021 Municipal Elections.

ભાસ્કર Analysis:2017માં વરાછા-કામરેજ સીટ ભાજપે જેટલા માર્જીનથી જીતી હતી તેનાથી અનેકગણા વોટ 2021ની પાલિકા ચૂંટણીમાં આપ લઈ ગઈ

સુરત7 દિવસ પહેલાલેખક: મોઇન શેખ
  • કૉપી લિંક
ફઈલ તસવીર - Divya Bhaskar
ફઈલ તસવીર
  • વિધાનસભા 2017 પાલિકા ચૂંટણી 2021 : છેલ્લી ચૂંટણીમાં પાટીદાર વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસ પર ઝાડુ ફર્યું હતું

સુરત શહેરમાં ભાજપના ગઢ સમાન વરાછા, કરંજ, કતારગામ અને કામરેજ બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ છેડાયો છે ત્યારે પાટીદારોથી ઉભરતી આ વિધાનસભા બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પણ થવાની છે. ગત પાલિકાની ચૂંટણીમાં આપના 27 કોર્પોરેટરે બાજી મારતા આપનો દબદબો વધ્યો હતો અને કોંગ્રેસ પર ઝાડુ ફર્યું હતું. ત્યારે સ્થળ તપાસને આધારે આ બેઠક પર ભાજપ અને આપમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ છેડાયો
ગત પાલિકાની ચૂંટણીમાં વરાછા બેઠક પર ભાજપથી જ ત્રણ ગણા મત મેળવી વોર્ડ નં.3,4,5 ઉપર આમ આદમી પાર્ટીના તમામ 12 કોર્પોરેટર જીત્યા હતા. જ્યારે કામરેજ બેઠક પર ભાજપથી નવ ગણા મત મેળવી વોર્ડ નં. 2,16 અને 17 પર આપના તમામ 12 કોર્પોરેટર જીત્યા હતા. કતારગામ બેઠક પર આપે ભાજપથી 54533 ઓછા મતો મેળવ્યા હતા.જેમાં વોર્ડ નં.6,7,8 પર ભાજપના 9, આપના 3 કોર્પોરેટર જીત્યા હતા તેમજ કરંજ બેઠક પર વોર્ડ નં. 14 અને 15માં આપએ ભાજપથી અંદાજે 27 હજાર વોટ ઓછા મેળવ્યા હતા. બંને વોર્ડમાં ભાજપના તમામ 8 કોર્પોરેટર વિજયી થયા હતા.

ગત બે ચૂંટણીના આ આંકડા બોલે છે કે આ 4 સીટ હોટ કેમ?
વરાછા વિધાનસભા | કુલ મત-198634

ઉમેદવારપક્ષમત
કુમાર કાનાણીભાજપ68472
ધીરૂ ગજેરાકોંગ્રેસ54474
વોર્ડ 3,4,5ના પાલિકા ચૂંટણી 2021ના પરિણામ
વોર્ડભાજપઆપ
3-વરાછા-સરથાણા78278213161
4-કાપોદ્રા5135783343
5-ફુલપાડા-એકે રોડ4934574836
કુલ મત178980371340

કામરેજ વિધાનસભા | કુલ મત-428700

ઉમેદવારપક્ષમત
વીડી ઝાલાવડીયાભાજપ147371
અશોક જીરાવાલાકોંગ્રેસ119180
વોર્ડ 2,16,17ના પાલિકા ચૂંટણી 2021ના પરિણામ
વોર્ડભાજપઆપ
2- મોટા વરાછા-કઠોર100320265611
16-પુણા પશ્ચિમ5042091131
17-પુણા પૂર્વ48538162569
કુલ મત199278519311

કતારગામ વિધાનસભા | કુલ મત-277541

ઉમેદવારપક્ષમત
વિનોદ મોરડીયાભાજપ125387
જીગ્નેશ મેવાશાકોંગ્રેસ46157
વોર્ડ 6, 7, 8ના પાલિકા ચૂંટણી 2021ના પરિણામ
વોર્ડભાજપઆપ
6-કતારગામ98,85353,608
7-વેડ92,00386,206
8-ડભોલી-સિંગણોપોર84,25680,765
કુલ મત275112220579

​​​​​​​કરંજ વિધાનસભા | કુલ મત-161275

ઉમેદવારપક્ષમત
પ્રવિણ ઘોઘારીભાજપ58673
ભાવેશ ભુંભણિયાકોંગ્રેસ23075
વોર્ડ 14, 15ના પાલિકા ચૂંટણી 2021ના પરિણામ
વોર્ડભાજપઆપ
14-ઉમરવાડા-માતાવાડી64,76647,420
15-કરંજ-મગોબ54,17044,250
કુલ મત118,93691,670

​​​​​​​2017માં ભાજપ-કોંગ્રેસ : કતારગામને બાદ કરતાં કરંજ, કામરેજ, વરાછામાં પણ ભાજપની લીડ ઘટી હતી

પાટીદાર આંદોલન પહેલા અને પછીની સમીક્ષા કરતા વિધાનસભા ચૂંટણી વર્ષ 2012માં વરાછા બેઠક પર 20,359 મતની લીડ ઘટીને વર્ષ 2017માં 13398 પર સંકોચાઇ હતી. કામરેજમાં 61,371 મતોની વિજયી લીડ 28,191 મતની લીડના તળિયે આવી હતી. જ્યારે કરંજમાં 49,439 મતોની લીડમાં ગાબડું પડતાં 35,598 મતની લીડથી ભાજપની જીત થઇ હતી. માત્ર કતારગામ બેઠક પર વર્ષ 2012માં 43,272 મતોની લીડ વર્ષ 2017માં વધીને 79,230 મતોની સપાટીએ પહોંચી હતી. ગયા બે ટર્મની ચૂંટણી પરિણામની લીડના તફાવત બાદ આ વખતની વિધાનસભા ચૂંટણી મેદાનમાં આપ પાર્ટી પણ હોવાથી કોની લીડ વધે છે અને કોની તૂટે છે? તેના પરથી 8મી ડિસેમ્બરે પડદો ઉંચકાશે.

વર્ષ 2021ની પાલિકા ચૂંટણીના લેખા-જોખા

વોર્ડભાજપકોંગ્રેસઆપ
21,00,32033,0532,65,611
378,2784,8912,13,161
451,35726,35083,343
549,34526,75174,836
698,85325,47453,608
792,00323,90686,206
વોર્ડભાજપકોંગ્રેસઆપ
884,25631,65180,765
1464,76630,66847,420
1554,17025,12544,250
1650,42023,60891,131
1748,53822,2081,62,569
કુલ7,72,3062,73,68512,02,900

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...