પાલનપુર-ભેંસાણમાં ફા.પ્લોટ નંબર-174 ખાતે ઈડબલ્યુએસ-2 કેટેગરીના આવાસો બનાવવા માટે વિવાદી એ.એમ.ભંડેરી ને રૂપિયા 47.61 કરોડમાં કામગીરી ફાળવવાની ફરી વખત દરખાસ્ત સ્લમ અપગ્રેડેશન સેલ દ્વારા કરવામાં આવતાં શાસકોએ દફ્તરે કરી દીધી છે ત્યારે બહૂગાજેલા ભેસ્તાનના જર્જરિત આવાસ પ્રકરણના પોપડાં ફરી ઉખડ્યાં છે.
ભેસ્તાન આવાસ કૌભાંડમાં તજજ્ઞોની ટીમે વધુ તપાસના નામે ભીનું સંકેલી લીધું હતું. 2016-17માં પૂર્વ કમિશનર એમ. થૈન્નારાસને આ વિવાદને લીધે વિજિલન્સ તપાસ સોંપી હતી. આ વિજિલન્સ તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, તેથી અને અધિકારી જતીન દેસાઈ, 3 ઇજનેરો સ્વ. સુથાર, ખાતેકીયા અને જૈમિન પટેલને ચાર્જશીટ ફટકારાઈ હતી.
પાણી વધારે ઢોળાતું હોવાનું કહી લોકોને જ જવાબદાર ઠેરવ્યા હતા
તત્કલિન કમિશનર થૈન્નારાસની વિજિલન્સ તપાસનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં વધુ તપાસના નામે સી.વાય. ભટ્ટ, ભરત દલાલ, અક્ષય પંડ્યાને સમાવી તજજ્ઞોની ટીમ બનાવાઈ હતી. વર્ષ 2017માં રિપોર્ટમાં પાણી વધુ ઢોળાતું હોવાથી સ્લેબ-સળિયા કટાઇ જતાં સ્ટ્રક્ચરને નુકસાન પહોંચ્યું જેવા અધ્ધર કારણો આપી રહીશોને જ જવાબદાર ઠેરવી દીધા હતા અને ઈજારદારના ખર્ચે લાયબિલિટી પિરિયર્ડ હોવાથી રિપેરિંગ કામગીરી કરી દેવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.