ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓના માનસ પર ગંભીર અસરો પડી હોવાના ચોંકાવનારા તારણો રાજ્યભરના વિદ્યાર્થીઓના સરવેમાં બહાર આવ્યા છે. સુરતની ભૂલકાભવન સ્કૂલના આચાર્ય અને કેળવણીકાર ડો.વિજય મનુભાઈ પટેલે ઓનલાઈન શિક્ષણની સ્થિતિ સમજવા ઓનલાઈન સર્વેક્ષણ કર્યું.
17 પ્રશ્નોની ઓનલાઈન પ્રશ્નાવલી તૈયાર કરી ઈન્ટરનેટના માધ્યમથી રાજ્યના 543 વિદ્યાર્થીઓના (94 ટકા સ્કૂલના, 6 ટકા કોલેજ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ) અભિપ્રાય મેળવ્યા હતા. જેમાં 97 ટકા ગુજરાતના જ્યારે ત્રણ ટકા અન્ય રાજયના વિદ્યાર્થીઓ હતા. જેમાંથી 36 ટકા વિદ્યાર્થીઓ ફિલ્મી વીડિયો દેખવા લાગ્યા છે તો 41 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન ગેમ્સ રમે છે જ્યારે 17 ટકા વિદ્યાર્થી મિત્રો સાથે ચેટિંગ કરે છે. એટલું જ નહીં, 52 ટકા વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાનમાં નબળાં થઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે 22 ટકા બાળકો ખુશ છે.
પ્રશ્ન - ઓનલાઈન ભણતી વખતે કયો ડર સૌથી વધુ લાગતો હતો? - 9.8% વિદ્યાર્થીઓએ કહ્યું- કોઈ અચાનક આવી જાય - 17.5%એ કહ્યું, શિક્ષક અચાનક પ્રશ્ન પૂછી લે. - 40.2%એ કહ્યું, અચાનક અવાજ અને દ્રશ્ય બંધ થઈ જાય - 32.5%એ કહ્યું, ઉપરના ત્રણેય ડર લાગ્યા.
પ્રશ્ન - ઓનલાઈન શિક્ષણથી તમારા જ્ઞાન-સમજણનું લોકોની નજરમાં અવમૂલ્યન થયું છે? - 32%એ કહ્યું, સંપૂર્ણ સાચુ છે. - 29%એ કહ્યું, અડધું સત્ય છે. - 29% સાચું કે ખોટું નક્કી કરી શક્યા નહીં.
પ્રશ્ન - ઓનલાઈન અભ્યાસ પછી આગળના ભણતર વિષે શું માનો છો? - 60% વિદ્યાર્થીએ કહ્યું કે, જેવું તેવું ભણતાં રહીશું. - 25%એ કહ્યું, કંઈ જ સમજાતું નથી. - 9%એ કહ્યું કમાણી તરફ જવું છે. - 6%એ કહ્યું આગળ ભણવાની ઈચ્છા નથી.
પ્રશ્ન - બે વર્ષના અનુભવે ભવિષ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં સૌથી પહેલા કયો ફેરફાર કરવો જોઈએ? - 18%એ કહ્યું, પરીક્ષા ઓનલાઈન જ રાખવી જોઈએ. - 37%એ ઓફલાઈન પરીક્ષા પર જ ભાર મૂકયો. - 17%એ કહ્યું, ઈતર પ્રવૃતિને વધુ ભાર મળવો જોઈએ. - 28%એ વર્ગખંડમાં ઓનલાઈન-ઓફલાઈન શિક્ષણનું સંયોજન હોવાનો અભિપ્રાય આપ્યો.
પ્રશ્ન - ઓનલાઈન શિક્ષણમાં નબળું શું લાગ્યું? - 13%એ કહ્યું, વાલીની દખલ હતી. - 17%એ ભણાવનારની અક્ષમતા કહી - 35%એ અવાજ સાંભળવામાં અને જોવામાં અવરોધ ગણાવ્યો.
સરવેનાં તારણો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.