મતદાન જાગૃતિ:સુરતની 1932 શાળાના 5 લાખ વિદ્યાર્થીઓએ વાલીઓને મતદાન માટે સંકલ્પબધ્ધ કર્યા

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વાલીઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે સંકલ્પ પત્ર ભર્યા - Divya Bhaskar
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વાલીઓ વધુમાં વધુ મતદાન કરે તે માટે સંકલ્પ પત્ર ભર્યા

સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાન સભા યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓક દ્વારા દ્વારા "સ્વિપ" અનુસંધાને મતદારો માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

બાળકો પાસે સંકલ્પ પત્ર ભરાવ્યા
ચૂંટણી મતદાન જાગૃતિ માટેના સ્વીપ નોડલ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ટીમ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન છેલ્લા ઘણા સમયથી કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના બાળકોને તેમના વાલીઓ મતદાન કરે તેના માટે સંકલ્પ પત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓ સંકલ્પ પત્રમાં પોતાની સહી કરીને પોતે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા આવશ્ય જશે તેઓ સંકલ્પ કરે છે.ઘણા ખરા વાલીઓ શાળાઓમાં હાજર રહીને પણ અધિકારીઓની હાજરીમાં સંકલ્પ લીધો હતો. તેઓ ચૂંટણીમાં મતદાન કરવા જશે.તેમની આસપાસના લોકોને પણ મતદાન જાગૃતિ માટે માહિતગાર કરશે અને તેમને પણ મતદાન કરવા માટે આગળ લાવશે.

સ્વિપ કાર્યક્રમ થકી જાગૃતિ
સુરત શહેર અને જિલ્લામાંની 194 ગ્રાન્ટેડ શાળાઓ, 800 સેલ્ફ ફાયનાન્સ શાળાઓ, 938 પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પોતાના વાલીઓને મતદાન કરવા માટે સંકલ્પબધ્ધ કરવા ૫ લાખ સંકલ્પ પત્રો અપાયા હતા. જેમાં વાલી દ્વારા સંકલ્પબદ્ધ થઈ અને સહી કરીને શાળામાં પરત કર્યાં તે મુજબ પાંચ લાખ વાલીઓએ મતદાન કરવા મક્કમતા વ્યક્ત કરી હતી.તે મુજબ શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી 5 લાખ વાલીઓમાં પહેલાં મતદાન પછી બીજું કામની જાગૃતિ કેળવવામાં પ્રયાસ થયો છે.

વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ : જિલ્લા શિક્ષણ અધિકારી
​​​​​​​જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. દિપક દરજીએ જણાવ્યું કે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. લોકશાહીમાં તમામ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. સરકારની સૂચના મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન બૂથ ઉપર જઈને મતદાનના અધિકારનો ઉપયોગ કરે તેવું અમે ઈચ્છા છે. જેથી ચૂંટણીની તારીખ જાહેર થઈ તે પહેલાથી જ અમે આ કામે લાગી ગયા હતા. તમામ શાળાઓના બાળકો અને વધુમાં વધુ તેમના વાલીઓ સાથે સંપર્ક કરવાનો અમારો પણ સંકલ્પ હતો. જેમાં લોકોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં જાગૃતિ આવી હોય તેવો અમારો અનુભવ રહ્યો છે. જે રીતે બાળકો થકી વાલીઓએ મતદાનનો સંકલ્પ કર્યો છે તે સંકલ્પ અચૂક પૂરો કરશે અને તેના કારણે વધુ મતદાન થશે તેવી અમને આશા છે. ઘણા ખરાબ વાલીઓ પોતે ઉપસ્થિત રહીને સંકલ્પ લીધો છે કે તેઓ મતદાન કરશે અને કરાવશે. મતદાનના દિવસે તમામ કામોને બાજુ પર રાખીને સૌથી પહેલું કામ મતદાન કરશે પ્રકારની પણ તેમની માનસિકતા સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...