• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Ganesh Visarjan In 19 Artificial Lakes In Surat, More Than 10 Thousand Policemen Deployed, 22 Main Roads Of The City Closed For Private Vehicles

બાપ્પાની વિદાય:સુરતમાં 19 કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જન, 10 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત, શહેરના 22 મુખ્ય રસ્તાઓ ખાનગી વાહનો માટે બંધ

સુરતએક મહિનો પહેલા
ભક્તો શ્રીજીના વિસર્જન માટે કૃત્રિમ તળાવ પહોંચી રહ્યા છે.
  • 19 કૃત્રિમ તળાવો પર 57 સીસીટીવી કેમેરાથી વોચ

સુરતમાં આ વર્ષે 35 હજારથી વધુ પ્રતિમાઓનું 19 કૃત્રિમ તળાવોમાં વિસર્જન થાય તેવી શક્યતા છે. ઘર આંગણે પણ 10 હજારથી વધુ વિસર્જન થશે. કાયદો-વ્યવસ્થા જાળવવા 10 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. વિસર્જન યાત્રામાં 15થી વધુ લોકો જઈ શકશે નહીં. ડુમસ અને હજીરાના દરિયામાં માત્ર સ્થાનિક લોકો જ વિસર્જન કરી શકશે.

19 કૃત્રિમ તળાવમાંથી ગણેશ પ્રતિમાઓને દરિયામાં પધરાવાશે
ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસે શહેરના 22 મુખ્ય રસ્તાઓ ખાનગી વાહનો માટે બંધ કરી વૈકલ્પિક રસ્તા સૂચવ્યા છે. 19 કૃત્રિમ તળાવો પર 57 સીસીટીવી કેમેરાથી વોચ રાખી પાલિકા મોનિટરિંગ કરશે. વર્ષ 2019માં 59 હજાર પ્રતિમાનું 21 કૃત્રિમ તળાવમાં વિસર્જન થયું હતું. આ વર્ષે 70 ટકા ગણેશ પ્રતિમાની સ્થાપના થઇ છે. પાલિકાના તમામ ઝોનમાં ઝોનલ ચીફ, કાર્યપાલક ઇજનેરથી લઈને બેલદારો, સફાઈ કામદારો સહિતનો કાફલો કૃત્રિમ તળાવો પર વ્યવસ્થા સંભાળશે. વિસર્જન બાદ 19 કૃત્રિમ તળાવમાંથી ગણેશ પ્રતિમાઓને ટ્રક, ટ્રેક્ટરો થકી હજીરા લઈ જઈ દરિયામાં પધરાવાશે, તો પાણીને સુએઝ ટ્રીટમેન્ટમાં છોડાશે.

સુરતના રસ્તાઓ પર વિસર્જન યાત્રાઓમાં અગલે બરસ જરૂર આનાના નાદ ગુંજ્યા.
સુરતના રસ્તાઓ પર વિસર્જન યાત્રાઓમાં અગલે બરસ જરૂર આનાના નાદ ગુંજ્યા.

સિટી-બીઆરટીએસ બસ બપોરે 2 કલાક સુધી જ કાર્યરત રહેશે
આજે શહેરના મુખ્ય માર્ગો રવિવારે સવારે 7 કલાકથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. પાલિકાની બીઆરટીએસ બસ સેવાના તમામ રૂટ પર બપોરે બે સુધી જ કાર્યરત રાખવામાં આવશે તેમજ સિટીબસના 42 રૂટમાં અંશત: ફેરફાર કરી બપોરના બે કલાક સુધી જ કાર્યરત રાખવામાં આવશે.

કૃત્રિમ તળાવ પર પાલિકાની ટીમો તૈનાત.
કૃત્રિમ તળાવ પર પાલિકાની ટીમો તૈનાત.

આ સ્થળોએ કૃત્રિમ તળાવો તૈયાર કરાયા
અઠવા ઝોન

  • ડુમસ ગામ - કાંદી ફળિયા (ર)
  • નંદિની-3ની સામે, VIP રોડ.(1)

સેન્ટ્રલ ઝોન

  • ડક્કા ઓવારા-૧, ચોક બજાર

વરાછા ઝોન

  • હરે કૃષ્ણ ડાયમંડની બાજુમાં, સીમાડા(1)
  • વી.ટી સર્કલ નજીક, સરથાણા (1)
  • રામચોક પાસે, મોટા વરાછા (1)

લિંબાયત ઝોન

  • CNG પંપ પાસે,નવાગામ ડીંડોલી (1)

ઉધના ઝોન

  • ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે (1)
  • જુની સબજેલ, રીંગરોડ(1)
  • સુડા સેક્ટર-3નો કોમન પ્લોટ, સચિન (1)

રાંદેર ઝોન

  • નવી RTO પાસે, પાલ (1)
  • ઈસ્કોન મંદિરની સામે, જહાંગીરપુરા (1)
  • રામજી મંદિર ઓવારા, અડાજણ (1)

કતારગામ ઝોન

  • એચ-4 EWS આવાસ પૈકી (1)
  • કોઝ-વે પાસે (1)
  • વણઝારાવાસ ઓવારા તરફ (1)
  • મૌની સ્કૂલ પાસે (1)
  • લંકા વિજય (1)
22 જેટલા રસ્તાઓ પોલીસ દ્વારા બંધ કરી ડાયવર્ટ કરાયા છે.
22 જેટલા રસ્તાઓ પોલીસ દ્વારા બંધ કરી ડાયવર્ટ કરાયા છે.
10 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત રખાયા છે.
10 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત રખાયા છે.