આશ્ચર્ય:12 બેઠક પર બસપાના 9 ને સપાના 3 મૂરતિયા છતાં સ્ટારપ્રચારકનો અભાવ

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બસપા, સપા સહિતની રાષ્ટ્રીય પાર્ટીના સ્ટારપ્રચારકોનું લિસ્ટ લાંબુ પણ હજુ સુધી શહેરની બેઠકો પર કોઇ જ ફરક્યું નથી
  • તમામ 12 બેઠક પર શરદ પવારની NCPનો કોઈ જ ઉમેદવાર નથી

વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ત્રણેય મુખ્ય પાર્ટીઓએ શહેરની તમામ 12 બેઠક પર ઉમેદવારો મૂક્યા છે. જ્યારે અન્ય મોટા પક્ષોમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ 9 બેઠક પર, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ 3 બેઠક પર તો ઔવેસીની AIMIMએ 2 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે.

શરદ પવારની એનસીપી આ વખતે ચૂંટણી જંગમાં જ નથી. જો કે, ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે છતાં BSP, SP, AIMIMના ઉમેદવારો માટે કોઈ સ્ટારપ્રચારકની જાહેર સભા થઇ નથી. પ્રચાર-પ્રસાર પણ દેખાતો નથી. BSPએ 40, SPએ 20, AIMIMના 12 સ્ટારપ્રચારકોની યાદી ઇલેકશન કમિશનને આપી છે. લીસ્ટ લાંબુ હોવા છતાં હજુ સુધી કોઇ ફરક્યું નથી. BSPએ કતારગામ, ઓલપાડ, ચોર્યીસી, મજૂરા, ઉધના, કામરેજ, પશ્ચિમ, વરાછા, ઉત્તર અને લિંબાયત વિધાનસભા બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા છે. જ્યારે SPએ ચોર્યાસી, લિંબાયત અને પશ્ચિમમાં ઉમેદવારને ઉતાર્યા છે. AIMIMએ પૂર્વ-લિંબાયતમાં ટિકીટ આપી છે. બંને વિસ્તારમાં મુસ્લિમ મતદારોનું સૌથી વધુ પ્રભુત્વ છે.

કોની કેટલી જાહેર સભા 15 થી વધુ સભા ભાજપના સ્ટારપ્રચારકોની 10 થી વધુ સભા આપના સ્ટાર પ્રચારકોની 01 સભા કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની

​​​​​​​કોંગ્રેસવાળા પત્રકાર પરિષદ પૂરતા જ સિમિત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકો ઉતાર્યા છે. પરંતુ સુરત શહેરમાં સ્ટાર પ્રચારકો માત્ર પ્રેસ કોન્ફરન્સમાં જ દેખાઇ રહ્યા છે. અત્યાર સુધીમાં સ્ટાર પ્રચારકોની 6 પ્રેસ કોન્ફરન્સ થઇ ગઇ છે. પરંતુ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સિવાય એક પણ સ્ટારપ્રચારકની જાહેર સભા થઇ નથી. કોંગ્રેસ જાણે ચૂંટણીના મેદાનમાં જ ન હોય માત્ર સ્ટારપ્રચારકોને પ્રેસ કોન્ફરન્સ પૂરતા જ સિમિત રાખ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...