પાલિકાએ ગાઇડલાઇન જારી કરી:10 દિવસમાં કેસ 2145 થયા બાદ પાલિકા જાગી, BRTS, સિટી બસમાં 50% મુસાફરો બેસી શકશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આજથી BRTS-સિટી બસમાં માસ્ક ફરજિયાત, 2 ડોઝ વાળાને જ ટીકિટ અપાશે
  • બસો ખીચોખીચ જતી હોવાથી સંક્રમણ વધવાની બીકે પાલિકાએ ગાઇડલાઇન જારી કરી

કોરોના સંક્રમણને પગલે સુરત પાલિકાએ મોડે-મોડે જાહેર પરિવહન સેવા અંતર્ગત ચાલતી બીઆરટીએસ તેમજ સિટી બસમાં ગુરૂવારથી 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે જ દોડાવવાનો નિર્ણય લીધો હતો. ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે કડક અમલવારી દર્શાવનાર ખુદ પાલિકાની જાહેર પરિવહન સેવા અંતર્ગત બીઆરટીએસ તેમજ સિટી બસમાં મુસાફરો ખીચોખીચ જાય છે.

છેવટે પાલિકાના આરોગ્ય વિભાગે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા બીઆરટીએસ તેમજ સિટી બસમાં હવેથી 50 ટકા મુસાફરોની ક્ષમતા રાખવા આદેશ કર્યો છે. મોડે-મોડે જાહેર કરેલા નિર્દેશો મુજબ ગુરૂવારથી બસમાં ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું અને રસી લીધી હોય તો જ મુસાફરી કરી શકાશે.

સુરક્ષા કવચ એપ પર માહિતી નહીં આપતી 175 સ્કૂલ 3 દિવસ બંધ કરાશે
કોરોનાનો કહેર વધી રહ્યાે છે છતાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી સુરક્ષા કવચ એપ પર અપલાેડ નહીં કરનાર 175 સ્કૂલ સામે કાર્યવાહી કરાશે. જે માટે 3 દિવસ સુધી સ્કૂલ પણ બંધ કરાવવામાં આવી શકે છે.

બુધવારે જિલ્લા શિક્ષણાધિકારી અને શાળા સંચાલકો વચ્ચેની બેઠકમાં કોવિડ ગાઇડ લાઇનની સૂચના આપવા ઉપરાંત કઇ કઇ સાવચેતી રાખવી તેની માહિતી આપી હતી. સ્કૂલો દ્વારા સુરક્ષા કવચ એપ પર માહિતી અપલોડ ન કરાતી હોવાની ચર્ચા થઈ હતી. જેમા175 સ્કૂલનું લિસ્ટ તૈયાર કરાયું હોવાનું જણાવ્યું હતું. આ સ્કૂલો સામે ડીઇઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. અને જરૂર જણાય તો 3 દિવસ સુધી શાળા બંધ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...