તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 65,810 પર પહોંચી ગયો છે. યુકે-આફ્રિકાના સ્ટ્રેનના કેસ નોંધાયા બાદ છેલ્લા એક મહિનામાં 11,923 કેસ નોંધાયા છે. આ કેસ પૈકી 236 લોકો એવા છે, જેમણે કોરોનાની રસી લીધી હોવા છતાં તેઓ કોરોના પોઝિટિવ થયા છે. 230 લોકોએ પ્રથમ ડોઝ અને 6 લોકોએ બંને ડોઝ લઈ લીધા હોવા છતાં કોરોના થયો હોવાથી તંત્રની ચિંતામાં વધારો થયો છે.
નવા સ્ટ્રેન બાદ કેસ અને મોતમાં વધારો
ગત ફેબ્રુઆરી મહિનામાં કોરોના કાબૂમાં આવી ગયો હતો. માત્ર 25 કેસ જ નોંધાતા હતા. દરમિયાન માર્ચ મહિનામાં યુકે અને આફ્રિકાના સ્ટ્રેનના કેસ નોંધાયા બાદ કેસમાં 280 ટકાનો વધારો નોંધાયો હતો. છેલ્લા એક મહિનામાં 11923 કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે કોરોનાથી એક મહિનામાં 43 દર્દીનાં મોત થયાં છે.
વેક્સિન લેનાર કોરોના દર્દીનું મોત નહીં
વેક્સિનનો પહેલો ડોઝ લેનાર 230 લોકો અને બીજો ડોઝ લેનાર 6 લોકો મળી કુલ 236 લોકો કોરોના સંક્રમિત થયા છે. માર્ચ મહિનામાં 43 લોકોનાં મોત થયાં છે, એ પૈકી એકપણ વ્યક્તિએ વેક્સિન લીધી ન હતી. વેક્સિન લેનાર 236ને કોરોનાનો ચેપ લાગ્યો હોવા છતાં મૃત્યુ થયું નથી.
વેક્સિનેશન સેન્ટરમાં વધારો કરાયો
વેક્સિનને કારણે સંક્રમણની શક્યતા ખૂબ ઘટી જાય છે. એટલું જ નહીં, વેક્સિન લીધા બાદ પણ વ્યક્તિને ચેપ લાગે તો બીમારીની ગંભીરતા અને હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ઘટી જતું હોવાનું પાલિકાએ જણાવ્યું છે. એપ્રિલ મહિનામાં સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા હોવાથી પાલિકાએ વેક્સિનેશન સેન્ટર વધારવાનું શરૂ કર્યું છે.
કન્ટેન્મેન્ટ ઝોનમાં 50 ટીમ ઉતારાઈ
શહેરના કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકોની અવરજવર પર નિયંત્રણ મૂકવા માટે પાલિકા અને પોલીસની સંયુક્ત 50 ટીમ બનાવી કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે દરેક ટીમમાં પોલીસના બે જવાન અને પાલિકાના એક કર્મચારીને મૂકી વહાનની ફાળવણી કરવામાં આવી છે. દરેક ટીમ દ્વારા સવારે 10 અને બપોરે 10 કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લઈ રિપોર્ટ કરવામાં આવશે. કન્ટેન્મેન્ટ ઝોનની અંદર રહેતા લોકોને બહાર જતા અટકાવાશે અને કોઈપણ વ્યક્તિ બહાર નીકળે તો ફરિયાદ કરવામાં આવશે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.