કોર્ટમાં ગેંગવોર થતા રહી ગઈ:સુરતમાં ઈમરાન અને દાવ ચાવલ ગેંગના સાગરિતો કોર્ટમાં સામ સામે આવ્યા, 1 ઝડપાયો, 8 નાસી ગયા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરત કોર્ટમાં ગેંગવોર થાય તે પહેલા જ ઉમરા પોલીસે પહોંચીને 1ને ઝડપી લીધો હતો. - Divya Bhaskar
સુરત કોર્ટમાં ગેંગવોર થાય તે પહેલા જ ઉમરા પોલીસે પહોંચીને 1ને ઝડપી લીધો હતો.

સુરતમાં ગુનાખોરી કરતી ગેંગ ખૂબ જ સક્રિય રહે છે. ગેંગવોરના અનેક કિસ્સાઓ સુરત શહેરમાં સમયાંતરે સામે આવતા રહે છે. સુરતમાં ફરી એક વખત કોર્ટમા જ હુમલો થવાની શક્યતા હતી. પરંતુ સમયસર પોલીસને બાતમી મળતા ગેંગવોરના સાગરીતો પૈકી એકને ઝડપી પાડયો હતો.

હથિયારો સાથે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા
કોર્ટ પરિસરમાં આજે બે ગેંગના માણસોની સામસામેની અંગત અદાવતમાં મારામારી થઈ હતી. જે બાબતની તારીખો પડતા આજે બંને ગેંગના માણસો જિલ્લા કોર્ટમાં હાજર રહ્યા હતા. દરમિયાન તીક્ષ્ણ હથિયારો વડે એકબીજાને સામસામે મારામારી કરવાની માનસિકતા સાથે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા હતા. ઉમરા પોલીસને માહિતી મળતા કોર્ટ પરિસરમાંથી 1 આરોપીને પકડી પાડયો હતો.

ઉમરા પોલીસ શોધખોળ શરૂ કરી
જિલ્લા કોર્ટમાં આજે ગેંગવોર થતા રહી ગઈ હતી. કોર્ટની અંદર આજે ખૂની ખેલ ખેલાઈ જાય તેવી પૂર્ણ શક્યતા હતી. પરંતુ ઉમરા પોલીસની સતર્કતાથી બે ગેંગના સાગરિતોને પરિસર અને બીજા માળે બાથરૂમમાં સંતાયેલા હથિયાર સાથેના સાગરિતને ઝડપી પાડ્યા છે અન્ય સાગરિતો જે સાથે હતા. તેઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. જેને ઝડપી પાડવા ઉમરા પોલીસ સક્રિય થઈ છે. (1) આકાશ બાબાસાહેબ વાઘમારે ઉ.વ.27 રહે-301, ગોકુલનગર, રામાપીર મંદીરની બાજુમાં ભટાર સુરત શહેર, (2) ઇમરાન ગડી, (3) ઇમરોજ દાલ યાવલ, (4) ભરત પચ્ચીસ, (5) અમીર બટકો, (6) બાઉન્સર,(7) સલીમ કોન્યા, (8) અજુ રાંદેર, (9) કમાન્ડો ઇરફાન રમજાન શેખ ઉર્ફે કમાન્ડો તેમજ બીજા 7 થી 8 માણસો નાસી છૂટ્યા છે.

અન્ય સમાચારો પણ છે...