તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકાર પોતાના અને ટોલનાકાના સોફ્ટવેરમાં સુધારો કરતી નથી એટલા માટે સ્થાનિકોને પુરો ટોલ ચૂકવવો પડી રહ્યો છે, આવું ટાલનાકાના જ એક સંચાલકે જણાવ્યું હતું. સરકારે સ્થાનિકોને પાસના નામે રાહતનો અરિસો બતાવ્યો છે પરંતુ કામરેજ ટોલનાકા પર તો સ્થાનિકો પાસે પહેલા ટોલ લેવાતો જ ન હતો અને ભાટીયા ટોલનાકે 20 રૂપિયા હતા. જે સ્થાનિક લોકો રોજેરોજ ટોલનાકેથી જવાના નથી તે લોકો પાસ લેશે નહીં અને જ્યારે જશે ત્યારે ફાસ્ટેગથી પૂરો ટોલ ચૂકવવો પડશે. સરકાર સોફ્ટવેરમાં ચેન્જ કરે અને નવું ગેઝેટ પ્રસિદ્ધ કરે તો કામરેજ ટોલનાકા અને ભાટીયા ટોલનાકા પર સ્થાનિકોને અગાઉની જેમ જ રાહત મળી શકશે.
ભાટિયા ટોલનાકે 500 લોકો પાસ બનાવી ગયા
ફાસ્ટેગ ફરજીયાત થતાની સાથે જ ભાટિયા અને કામરેજ ટોલનાકે લોકોએ ફાસ્ટેગ મેળવવા પડાપડી કરી હતી.જેમાં ટોલનાકા આસપાસના 10 કીમી અંતર પર રહેતા લોકોની સંખ્યા વિશેષ રહી હતી.ભાટિયા ટોલનાકે 500થી વધુ પાસ એક જ દિવસમાં બન્યા હતા.જ્યારે કામરેજ ટોલનાકે 450થી વધુ પાસ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું.આ ઉપરાંત જેમની પાસે ફાસ્ટેગ જ નથી એવા લોકોએ પણ ફાસ્ટેગ લેવા માટે પડાપડી કરી હતી.
કોમ્પ્યૂટરમાં સિસ્ટમ બદલાઇ શકે છતાં આડોડાઇ
જ્યારે પણ ફાસ્ટેગવાળું વાહન ટોલનાકા ઉપર પ્રવેશે છે ત્યારે સેન્સર ફાસ્ટેગને રીડ કરે છે. ટોલ નાકાનંુ કમ્પ્યૂટર ફાસ્ટેગના સર્વર સાથે કનેક્ટેડ જ હોય છે જે બેલેન્સ છે કે નહીં તે જાણે છે. ત્યારબાદ ફાસ્ટેગના વોલેટ અથવા કનેક્ટેડ બેંક એકાઉન્ટમાંથી ટોલની રકમ ડેબિટ કરે છે. ફાસ્ટેગમાંથી ટોલ ડિડક્શન થઇ જાય એટલે તરત ટોલકર્મીને જાણ થાય છે અને તે ફાટક ખોલી નાખે છે. સ્થાનીકો એટલે કે જીજે-5 અને જીજે-19ના વાહનો માટે કમ્પ્યૂટરના સિસ્ટમમાં સુધારો કરી તેમને અગાઉ જે રાહત મળતી હતી તે આપી શકાય એમ છે પરંતુ સરકાર આ બાબતે તસ્દી લેતી નથી.
પાસની ચીમકી સ્થાનિકો પાસે ટોલ લેવાનું બંધ કરો
પાસએ કલેકટરને આવેદન પત્ર પાઠવી ટોલલૂંટ મુદ્દે રજુઆત કરી હતી.પાસ દ્વારા જણાવાયું હતું કે ‘આગામી દિવસોમાં જો સ્થાનિકો અને ટોલનાકાના સંચાલકો વચ્ચે બબાલ થાય તો જવાબદારી ટોલનાકા સંચાલકોની-તંત્રની રહેશે.’
ભાટિયાનાકે 10%એ બમણો ટોલ ચૂકવ્યો
પલસાણાના ભાટિયા ટોલનાકે મંગળવારે પસાર થયેલા કુલ વાહનો પૈકી 90 ટકા વાહનો ફાસ્ટેગ સાથે પસાર થયા હતા જ્યારે 10 ટકા વાહનોએ બમણો ટોલ ચૂકવ્યો હતો.સોમવારની સરખામણીમાં 20 ટકા વધુ વાહનો ફાસ્ટેગ સાથેના હતાં.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.