બેઠક:કાલે ગાંધીનગરમાં ઇમ્પેક્ટ ફી મામલે અગત્યની બેઠક

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકનિકલ ગૂંચવાડા દૂર કરવા નિર્ણય લેવાશે

વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા લાગુ કરવામાં આવેલા ઇમ્પેકટ ફીના કાયદા સંદર્ભે 9મીને બુધવારે ગાંધીનગર ખાતે રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓ સાથે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની અગત્યની બેઠક મળશે, જેમાં ટેકનિકલ મુદ્દાઓ પર ચર્ચા કરાશે. કાયદાને સરળ બનાવી લોકો વધુમાં વધુ લાભ લે તે મુદ્દે ચર્ચા થશે. આ બેઠક પછી ઇમ્પેકટ ફીની અરજીથી લઇ જરૂરી પુરાવા સબમીટ કરવા સહિતના મુદ્દા સ્પષ્ટ થશે. સંભવત: સ્પષ્ટતા થયા બાદ ટૂંક સમયમાં પાલિકા જાહેરનામું બહાર પાડશે.

હાલમાં સ્પષ્ટતા ન હોવાથી માત્ર ગણતરીની અરજીઓ આવી છે. વર્ષ 2012માં આ યોજનામાં શરૂઆતમાં ગૂંચવાડાને લઇ અનેક અરજીઓ રદ થઇ હતી ત્યારે કયા કયા પ્રશ્નો સતાવે છે તેની યાદી બનાવી બેઠકમાં ચર્ચા થશે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે 1-10-2022ની કટ ઓફ ડેટ નક્કી કરી છે. જેના પહેલાં થયેલા ગેરકાયદે બાંધકામ કાયદેસર થઇ શકશે. 2012માં શહેરમાં આ યોજના હેઠળ 3.06 લાખ અરજી આવી હતી. જેમાંથી પુરાવા તથા ગૂંચવાડાના કારણે 83 હજારથી વધુ નામંજૂર થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...