તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકા વૈશ્વિક મહામારી કોરોના સામે હિંમતભેર લડત આપવા પોતાના ત્રિપાંખિયા વ્યૂહ સાથે સુસજ્જ છે. કોવિડ-19ને મ્હાત આવતા આ ત્રિપાંખિયા વ્યૂહમાં ટ્રેકિંગ, ટેસ્ટિંગ તથા ટ્રીટમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે હેઠળ ટેસ્ટિંગ એ મહત્વનું પાસું સાબિત થયું છે. સુરતના વિશાળ જનસમુદાય અને બહોળા વિસ્તારનું અંતર શહેરમાં કોરોના શંકાસ્પદ વ્યક્તિઓને ટેસ્ટિંગ માટે લેબોરેટરી સુધી લાવવા તથા લઇ જવામાં મુશ્કેલી ઉભી કરે છે. આ મુશ્કેલીના નિવારણ માટે પાલિકા દ્વારા હોટસ્પોટ તથા ક્લસ્ટરમાં જઈને સેમ્પલ એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ, ઉપલબ્ધ એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોમાં જગ્યા ઓછી હોવાના કારણે સેમ્પલ માટે કોવિડ-19ના વૈશ્વિક ધારાધોરણોનો અમલ કરવાનું પડકારરૂપ બન્યું છે. આ બાબતને ધ્યાનમાં લઈને પાલિકા દ્વારા સિટીલિંક બસને કોવિડ-19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટમાં રૂપાંતર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી જનતાને પ્રાઇવેટ લેબ કે સરકારી હોસ્પિટલ સુધી જવાની જરૂરિયાત નહીં રહે અને તેમનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ ઝડપી બનશે. આ ઉપરાંત, કોરોના વાઇરસ સંક્રમણના ભયને ટાળી શકાશે.
ત્રણ કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે
કોવિડ-19 મોબાઈલ સેમ્પલ કલેક્શન યુનિટમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર મેડિકલ સાધનોથી સજ્જ ત્રણ કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પેશન્ટ કમ્પાર્ટમેન્ટ, બીજું કોવિડ-19 સેમ્પલ એકત્ર કરવા માટે સેમ્પલ કલેક્શન ડિપાર્ટમેન્ટ અને લીધેલા સેમ્પલના ટેસ્ટિંગ માટે ડોક્ટર કમ્પાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે.
વિભાગ જુદા રાખેલા હોવાથી સુરક્ષા જળવાઈ રહે છે
આ યુનિટમાં જુદા જુદા એન્ટ્રી તથા એક્ઝીટ પોઇન્ટ છે અને બહોળી જગ્યાના કારણે સંક્ર્મણનો ભય રહેતો નથી. લેબોરેટરી ટેક્નિશિયન અને ડોક્ટરના વિભાગ જુદા રાખેલા હોવાથી તેઓની સુરક્ષા જળવાઈ રહે છે. વધુમાં પાલિકાના આ સુરક્ષિત સ્વાસ્થ્યના લક્ષ્યને પૂર્ણ કરતાં નોંધપાત્ર નિર્ણયથી પેશન્ટને ટેસ્ટિંગ માટે લાવવા અને લઇ જવામાં સરળતા તથા ચેપથી બચાવી શકાશે અને ટેસ્ટિંગની પ્રક્રિયા કરવા માટે સુરક્ષિત વાતાવરણ પ્રાપ્ત થશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.