તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Implementation Of New National Education Policy In Veer Narmad South Gujarat University, The First In The State, Will Benefit Those Who Drop Out In The Middle

નવી એજ્યુકેશન પોલિસી:રાજ્યમાં સૌ પ્રથમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિનો અમલ, અધવચ્ચે અભ્યાસ છોડનારને ફાયદો થશે

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
યુનિવર્સિટીમાં મળેલી બેઠકમાં નવી પોલિસીનો અમલ કરવાનો નિર્ણય લેવાયો હતો. - Divya Bhaskar
યુનિવર્સિટીમાં મળેલી બેઠકમાં નવી પોલિસીનો અમલ કરવાનો નિર્ણય લેવાયો હતો.
 • સેનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ વિદ્યાર્થીઓ માટે બહુવિધ પ્રમાણપત્ર નીતિ લાગુ થશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ શનિવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ બહુવિધ પ્રમાણપત્ર અમલમાં મૂકનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે.વીએનએસજીયુના વાઇસ ચાન્સેલર ડો.કિશોરસિંહ ચાવડાએ સેનેટની બેઠક બોલાવી હતી. જ્યાં વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-22થી એનઇપી હેઠળ એમસીના અમલીકરણ માટે યુનિવર્સિટી કાનૂન 229 (બી) માં ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે.જેથી અધવચ્ચે અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

અભ્યાસક્રમ છોડનારા વિદ્યાર્થીઓને રાહત
મલ્ટીપલ સર્ટિફિકેશન પોલિસી (એમસીપી) હેઠળ વિદ્યાર્થીઓને તેમના વાર્ષિક શિક્ષણ મુજબ ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવશે. ડિગ્રી સર્ટિફિકેટ્સને માત્ર વૈશ્વિક સ્તરે માન્યતા આપવામાં આવશે નહીં. પરંતુ, ક્રેડિટ પણ ટ્રાન્સફર કરવામાં આવશે.MCP અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર, બીજા વર્ષમાં ડિપ્લોમા, ત્રીજા વર્ષમાં ગ્રેજ્યુએશન ડિગ્રી, ડિગ્રી કોર્સમાં ચોથા વર્ષમાં ઓનર્સ ડિગ્રી મળશે.ચાલુ શૈક્ષણિક સત્રથી MCP ના અમલીકરણથી એક વર્ષ પછી વિવિધ કારણોસર ડિગ્રી અભ્યાસક્રમો છોડનારા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.

વીએનએસજીયુ નવી પોલિસી અમલ કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે.
વીએનએસજીયુ નવી પોલિસી અમલ કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે.

વિદેશ જતા વિદ્યાર્થીઓને પણ લાભ
હવે આવા વિદ્યાર્થીઓ ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષ પૂર્ણ કરવા માટે VNSGU તરફથી પ્રમાણપત્ર મેળવશે.વધુ અભ્યાસ માટે વિદેશ જવાનું વિચારી રહેલા વિદ્યાર્થીઓ MCP અંતર્ગત ક્રેડિટ ટ્રાન્સફર પોલિસીને પાત્ર બનશે.VNSGU V-C, ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, “VNSGU વર્તમાન શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ માટે NEP લાગુ કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે. એમસીપી વીએનએસજીયુના વિદ્યાર્થીઓને લાભ આપવા જઈ રહ્યું છે. વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં ઝડપથી નિર્ણય લેવા માટે તત્પર રહે છે.

બે સભ્યો વચ્ચે થયેલી તૂ-તૂ મેં-મેંથી સેનેટ સભા ગાજી ઊઠી સભામાં સભ્ય ડો. ગરીશ રાણાએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંગ્રેજી ભાષામાં વાહ વાહ કરતાં જ સભ્ય કનુ ભરવાડે તેમને ગુજરાતીમાં બોલવા સૂચન કર્યું હતું. બાદમાં સભ્ય ભાવેશ રબારીએ કનુભાઈનું ઉદાહરણ આપીને યુનિવર્સિટીના કાયદાની ચોપડી ગુજરાતીમાં પણ બનાવવા રજૂઆત કરી હતી. જો કે, રજૂઆત વચ્ચે જ કનુભાઈએ ઉશ્કેરાઈને ભાવેશ રબારીને કહ્યું કે સિન્ડિકેટની ચૂંટણીમાં જેટલા એકડા લેવા હોય તે લઇ લો. આખી રમત એકડાની છે. જેથી ભાવેશે કહ્યું કે હવે સલાહકાર સમિતિ બચાવ કમિટી બની ગઈ છે. કનુભાઈએ પ્રશ્ન કર્યો કે દોઢ વર્ષથી તમે શું કર્યું? રોષે ભરાયેલા ભાવેશ રબારીએ કહ્યું કે મારો હિસાબ માંગનારો તું કોણ? કુલપતિએ બંનેને શાંત પાડી કહ્યું કે અમે ગુજરાતીમાં પણ ચોપડી બનાવી રહ્યા છે.

આ બાબતો પર નિર્ણય લેવાયા

 • કુલપતિની વય મર્યાદા 65 વર્ષ કરાઈ
 • બીએસસી નર્સિંગ એહડોક બનાવાયું
 • મલ્ટીપલ સર્ટિફિકેશન પોલીસી અમલી
 • ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને સજા આપવાના નિયમો મંજૂર
 • આર્કિટેક, ઇન્ટરિયલ ડિઝાઇન અને ફાઇન આર્ટને ડિપાર્ટમેન્ટનો દરજ્જો મળ્યો
 • બીએસસી મેડિકલ ટેક્નોલોજી કોર્સનું નામ બદલી બીએસસી મેડિકલ લેબોરેટરી અપાયું
 • ફેકલ્ટીમાં સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ દાખલ કરવા
 • એકેડેમિક બેંક ક્રેડીટને અમલમાં મૂકવી વગેરે