મુશ્કેલી:GIDCમાં ભાડા કરાર પર મીટર ન મળતા ઉત્પાદનને માઠી અસર

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સચિન GIDC સિવાય અન્ય ઔદ્યૌગિક એકમોમાં ભાડા કરાર પર જ મીટર આપવામાં આવી રહ્યા છે

સચિન જીઆઈડીસીના ઔદ્યૌગિક એકમોમાં જીઈબી દ્વારા ભાડા કરાર પર વીજ મીટર આપવામાં આવી રહ્યું નથી તેની જગ્યાએ સબલેટિંગ (પેટાભાડા કરાર)ની માંગણી કરવામાં આવી રહી છે. જેથી જીઆઈડીસીના અનેક એકમોમાં વીજ મીટર ન મળવાને કારણે પ્રોડક્શન પર મોટા પ્રમાણમાં અસર થઈ રહી છે.

ઉદ્યોગકારોનું કહેવું છે કે, ‘શહેરમાં અનેક ઓદ્યૌગિક એકમો આવેલા છે. પરંતુ માત્ર સચિન જીઆઈડીસીમાં જ જીઈબી દ્વારા સબલેટિંગ (પેટા ભાડા કરાર) માંગવામાં આવે છે. જ્યારે સચિન જીઆઈડીસી સિવાયના અન્ય ઔદ્યૌગિક એકમોમાં સબલેટિંગની જગ્યાએ માત્ર ભાડા કરારના આધારે જ વીજ મીટરો આપવામાં આવી રહ્યા છે. સબલેટિંગનો કાયદો વહેલી તકે ઉકેલ આવે તે માટે ઉદ્યૌગકારો દ્વારા ગાંધીનગરમાં રજૂઆત કરવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે સચિન જીઆઈડીસીમાં અંદાજે એક હજારથી વધારે ઔદ્યૌગિક એકમોમાં સબલેટિંગના કારણે વીજ મીટરની અરજીઓ અટવાઈ ગઈ છે. જેના કારણે ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. એટલા માટે આ સબલેટિંગ કાયદો રદ કરવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે.

‘કાયમી ઉકેલ નહીં આવે તો મુશ્કેલી વધશે’
સચિન જીઆઈડીસીના માજી સેક્રેટરી મયુર ગોળવાલા કહે છે કે, સબ લેટિંગનો પ્રશ્ન કાયમી ધોરણે હલ નહીં થાય તો ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થશે. સચિન જીઆઈડીસી વિસ્તાર સિવાયના ઓદ્યૌગિક એકમોમાં ભાડા કરાર પર મીટર આપવામાં આવે છે જ્યારે સચિન જીઆઈડીસીમાં સબલેટિંગ માંગવામાં આવે છે. જેનાથી પ્રોડક્શન પર મોટી માત્રામાં અસર થઈ રહી છે. આ પ્રશ્નનો નિકલા નહીં આવે તો અમે ગાંધીનગરમાં રજૂઆત કરીશું’

અન્ય સમાચારો પણ છે...