તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં જનતા કર્ફ્યુની અસર રિંગરોડ સૂમસામ,STબસમાં 50 ટકા મુસાફરો ઘટ્યાં

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહનોથી ધમધમતો રિંગરોડ સૂનો બન્યો છે તો બસ સ્ટેન્ડમાં એસટીના રૂટ પણ ઘટતાં લોકોની સંખ્યા ઓછી થઈ છે. - Divya Bhaskar
વાહનોથી ધમધમતો રિંગરોડ સૂનો બન્યો છે તો બસ સ્ટેન્ડમાં એસટીના રૂટ પણ ઘટતાં લોકોની સંખ્યા ઓછી થઈ છે.
  • લોકોએ ઘરે રહેવાની અપીલને સ્વિકારી લીધી
  • રિંગરોડ પર લોકોની અવરજવાર ઘટી ગઈ

સુરતઃવિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસના પોઝિટીવ દર્દીઓની સંખ્યા ગુજરાતમાં વધી રહી છે. સુરતમાં પણ એક પોઝિટીવ દર્દી સામે આવતાં લોકોમાં ભયનો માહોલ છે. વડાપ્રધાને રવિવારે સ્વયંભૂ કર્ફ્યુની અપીલ કરી છે. જેનો અમલ આજથી જ શહેરમાં શરૂ થયો હોય તેમ રિંગરોડ સૂમસાન ભાસે છે તો એસટી બસમાં મુસાફરોની સંખ્યા 50 ટકા ઓછી થઈ ગઈ છે.

શહેરીજનોએ કર્ફ્યુનો અમલ આજથી કર્યો
વડાપ્રધાનની અપીલ બાદ ગઈકાલે જ કાપડ માર્કેટ અને હીરા ઉદ્યોગ સ્વયંભૂ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.જેથી આજથી જ લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. જેથી રસ્તાઓ સુમશાન બન્યા છે.સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ સહિત લોક સુરક્ષા માટે કામ કરતા લોકો જ રોડ પર નજરે પડી રહ્યા છે. 

એસટીમાં મુસાફરો ઘટ્યાં
સુરત એસ ટી ડેપોમાં મુસાફરોની સંખ્યામાં 50-60 ટકાનો ઘટાડો નોંધાયો છે.ગુજરાતના તમામ રૂટ પર એસ ટી ની લગભગ 2000 બસ સેવા ચાલુ છે.મહારાષ્ટ્ર તરફના રૂટ પર બસ સેવા બંધ કરાઈ છે. બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો માટે હાથ સાફ કરવા માટે પણ સેનિટાઈઝર સહિતનો સામાન મુકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...