કામગીરી:GST લાંચ કેસની અસર: અધિકારીઓએ કેબિન બહાર ‘પરવાનગી વગર અંદર નહીં આવવું’ નાં બેનર લગાવ્યાં

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 લાખના લાંચ કેસમાં પણ ગમે ત્યારે ACBની તપાસના એંધાણ

જીએસટીમાં નંબર ઇશ્યુ કરવા માટે લેવાયેલી રૂ.2 લાખની લાંચના કેસની ગંભીર અસર પડી છે. અનેક અધિકારીઓએ દેખાડા ખાતર કહો કે ગંભીરતાથી પોતાની કેબિનની બહાર ‘ બહારના કોઈ વ્યક્તિએ પરવાનગી વગર અંદર આવવું નહીં ’ એ પ્રકારના બેનર લગાવી દીધા છે. કેટલાંક અધિકારીઓએ તો બેનર દોરીથી બાંધીને દરવાજા વચ્ચે લટકાવ્યા છે.

જેથી આવતા જતા દરેક નાગરિકે તેને જોઇ શકે. ખાસ કરીને લાંચ લેતા ઝડપાયેલાં નાયબ કમિશનર નરસિંહ પાંડોર જ્યાં બેસતા હતા ત્યાં પણ ઇન્ચાર્જ અધિકારીએ આ પ્રકારના બેનર લગાવી દીધા છે. દરમિયાન, હાલ એસજીએસટીમાં અગાઉ લેવાયેલી રૂપિયા 20 લાખની લાંચના કેસમાં બે અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિની તપાસના આદેશની ચર્ચા જોર પકડી રહી છે. અલબત્ત, એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ હજી આ મામલે કંઇ કહેવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...