શહેરના બે ભાઈઓ અમૃત અને આનંદ નાહરે આયુર્વેદિક ફોર્મ્યૂલા સાથે એક ઇમ્યુનિટી બુસ્ટર પાઉડર તૈયાર કર્યો છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. આ પાઉડર 7 ડોકટરોની ટીમ સાથે તૈયાર કરાયો છે. હાલમાં આ પાઉડર શહેરના દરેક કોવિડના દર્દીઓને વિનામૂલ્યે આપાઈ રહ્યો છે. તેમજ અત્યાર સુધી શહેરના 50 હજાર લોકોને વિનામૂલ્યે આ પાઉડર આપવામાં આવ્યો છે. તેમજ તેમણે આ સ્ટાર્ટઅપને જીટીયુ ઈનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટરના પંચમ બારૈયા અને તૃષ્ણા યાાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ તૈયાર કરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેને જીટીયુ ઈનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા આજે ગ્રાન્ટ પણ આપવામાં આવશે.
15 વખત પ્રયત્નો કર્યા બાદ સફળ થયા
શું ફાયદો થાય છે?
} વ્યકિતની રોગ પ્રતિકારક શક્તિ વધે છે
} શરીરમાં એનર્જી અને ભૂખ વધે છે
} દિવસે કે રાત્રે ગમે ત્યારે લઈ શકાય છે
} કોઈ પણ ખાવા-પીવાની વસ્તુ સાથે મિક્સ કરીને લઈ શકાય છે
14 જડીબુટ્ટીને બીજા રાજ્યોમાંથી મંગાવીને બનાવાઈ પ્રોડક્ટ
આ પાઉડર માટે અશ્વગંધા, તુલસી, ગળો, જાવિત્રી, તજ, મુલેઠી, મરી,ઈલાયચી, હળદર, જાયફળ, સુંઠ, લવિંગ, પીપળો જેવી જડીબુટ્ટીનો ઉપયોગ કરાયો છે. તેમજ સ્વાદમાં કડવો ન લાગે અને દરેકને પીવામાં સારુ રહે તે માટે જેઠી મધ પણ ઉમેરવામાં આવ્યું છે. ઇમ્યુનિટી બુસ્ટર પાઉડર બનાવવા દરેક પ્રકારની જડીબુટ્ટી સુરતમાં ઉપલબ્ધ હતી નહિ. એટલે અમરકંટક, છત્તીસગઢ, મૂંબઈ, રાજપીપળા જેવી વિવિધ જગ્યાએથી જડીબુટ્ટી મંગાવી હતી.
વિનામૂલ્યે પાઉડર આપ્યા બાદ 50 હજાર લોકોના ફીડબેક લેવાયા
પાઉડર તૈયાર કર્યા પછી 7 ડોક્ટર્સની ટીમ સાથે મે અને જૂન મહિનામાં 50000થી વધુ લોકોને વિનામૂલ્યે આ પાઉડર આપવામાં આવ્યો. જેમાં ડો.શીતલ જરીવાલાનો ફીડબેક લઈ વિવિધ એજ ગૃપ અને વિવિધ લક્ષણો વાળા 100થી વધુ કોરોના પોઝિટિવ વ્યક્તિને પાઉડર આપી તેના પર ડેટા એનાલિસીસ કરી રિપોર્ટ તૈયાર કરાયો હતો. રિપોર્ટ મુજબ પાઉડરથી 90 ટકા શરદી-ખાંસીમાં, 85 ટકા તાવમાં અને 70 ટકા ગળામાં આરામ જોવા મળ્યો હતો.
} હું અભ્યાસ પૂરો કર્યા પછી આયુર્વેદ શીખવા માટે છત્તીસગઢ ગયો હતો. પરત ફર્યા બાદ મેં જોયુ કે કોરોનાનો કહેર વધવા લાગ્યો છે. તેની સામે વિશ્વના શ્રેષ્ઠ ડોકટરો દવા સંશોધન કરી રહ્યાં હતા, તે હજી પણ કાર્યરત છે. મારા પિતા હોમિયોપેથિક ડોકટર છે અને દાદા આર્યુવેદીક ડોકટર હતા. તેથી તેમના દરેક રિસર્ચ રીફર કર્યા. એ સિવાય બીજા આયુર્વેદિક પુસ્તકોના પણ રેફરન્સ લીધા. જેમાંથી વિવિધ જડીબુટ્ટી ભેગી કરી પાઉડર બનાવવાનું શરૂ કર્યુ. અને ડોકટરો દ્વારા તેનો ટેસ્ટ કરવા લોકો સુધી પહોંચાડયો. કયારેક પાઉડરથી ઍસિડિટી થઈ જતી તો કયારેક પૂરતી અસર થતી નહિ. આ રીતે સતત 15 વખત પ્રયત્નો કર્યા. આખરે દોઢ મહિના બાદ 30થી 40 હજારના ખર્ચે આ પાઉડર તૈયાર થયો છે. - અમૃત નાહર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.