હર્ષોઉલ્લાસ સાથે બાપ્પાની વિદાય:19 કૃત્રિમ તળાવોમાં 54540 મૂર્તિઓનું વિસર્જન, ગત વર્ષ કરતા 25 હજાર વધુ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાગળ ચાર રસ્તા ખાતે જાસુદના લાલ ફૂલ પર બિરાજેલા ગણેશજી સહિતની મહાકાય મૂર્તિઓ જોવા ભારે ભીડ જામી હતી. - Divya Bhaskar
ભાગળ ચાર રસ્તા ખાતે જાસુદના લાલ ફૂલ પર બિરાજેલા ગણેશજી સહિતની મહાકાય મૂર્તિઓ જોવા ભારે ભીડ જામી હતી.
  • રાજમાર્ગ પર 35 ફૂટ સુધીની ઊંચાઈના શ્રીજીને જોવા ભારે ભીડ, શહેરમાં નાની-મોટી 80 હજારથી વધુ મૂર્તિઓનું ભાવભીની આંખે વિસર્જન કરાયું

શહેરમાં હર્ષોઉલ્લાસ-ભક્તિભાવ સાથે 80 હજારથી વધુ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. 19 કૃત્રિમ તળાવમાં સવારે 6 વાગ્યાથી વિસર્જન પ્રક્રિયા શરૂ થઇ હતી. વિસર્જન યાત્રામાં ઢોલ-નગારા, લેઝીમ, ડીજેના તાલે ભક્તો ઝૂમ્યા હતા. સવારે 11 વાગ્યે ભાગળ ચાર રસ્તા ખાતે હિન્દુ મિલન મંદિરની યાત્રાનું મેયર હેમાલી બોઘાવાલા સહિતના મહાનુભવોએ સ્વાગત કર્યું હતું. કોટ વિસ્તારની 9 ફૂટથી લઇ 35 ફૂટ સુધીની ઊંચી મૂર્તિઓ રાજમાર્ગ થઇને ડુમસ-હજીરા તરફ નિકળી હતી. મહાકાય પ્રતિમાઓને જોવા ભક્તોની ભારે ભીડ હતી.

કૃત્રિમ તળાવોમાં 5 ફુટ સુધીની મૂર્તિઓ અને હજીરા-ડુમસ ખાતે મોટી મૂર્તિઓના વિસર્જનની વ્યવસ્થા કરાઇ હતી. મોડીરાત સુધીમાં કૃત્રિમ તળાવમાં 54540, હજીરા જેટ્ટી ખાતે 3348 અને ડુમસ દરિયામાં 795 મોટી અને 405 નાની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. આ ઉપરાંત 10 દિવસમાં 7465 ગૌરીગણેશનું પણ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાયું હતું. જેથી કૃત્રિમ તળાવોમાં ગત વર્ષના કુલ 37286 વિસર્જન કરતા આ વર્ષે 25 હજાર વધુ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું, જે સુરતીઓમાં આવેલી જાગૃતિ બતાવે છે. તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી સતત ત્રીજા વર્ષે ઘરઆંગણે વિસર્જનનો ક્રેઝ જોવા મળ્યો હતો. આ વર્ષે 15 હજારથી વધુ નાની-મૂર્તિઓનું ઘરઆંગણે વિસર્જન થયું હતું.

દરિયામાં વિસર્જન
હજીરા 3348 | ડુમસ 1200

કૃત્રિમ તળાવ
ડુમસ ગામ-કાંદી ફળિયા 1369
વીઆઇપી રોડ નંદની -3ની સામે 1865
ડક્કા ઓવારા 818
સીમાડા 3810
સરથાણા વી.ટી.સર્કલ નજીક 5621
મોટાવરાછા રામ ચોક પાસે 1672
ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે 2159
રીંગરોડ જુની સબજેલવાળી જગ્યા 1955
સચીન સુડા સેકટર 3 1366
નવાગામ-ડીંડોલી નંદનવન 14596
પાલ-હજીરા રોડ નવી RTO પાસે 759
જહાંગીરપુરા પરિશ્રમ પાર્ક 475
રામજી મંદિર ઓ‌વારા 1003
અડાજણ બાપુનગર ઓવારા 92
સિંગણપોર કોઝવે પાસે 6061
કોસાડ એચ-4 આવાસ પાસે 3199
કતારગામ લંકા વિજય ઓવારા 2475
ડભોલી વણઝારાવાસ ઓવારા તરફ 681

ક્યાંક ટ્રાફિક જામ થયો, તો ક્યાંક નાની-નાની બાધા આવી પણ ભક્તોની શ્રદ્ધા અડગ રહી

ટ્રાફિકજામ : બપોર બાદ ડુમસ-હજીરામાં 2 કિમી લાંબી કતાર લાગીડુમસમાં સામાન્ય રીતે 19 હજાર નાની-મોટી મૂર્તિઓનું વિસર્જન થાય છે, પણ આ વર્ષે મોટાભાગે ભક્તોએ કૃત્રિમ તળાવ જ પસંદ કર્યા હોવાથી નાની-મોટી 1200 જેટલી મૂર્તિઓનું જ વિસર્જન થયું હતું. બપોર બાદ ડુમસ-હજીરામાં ધસારો વધતાં વાહનોની દોઢથી 2 કિમી જેટલી લાંબી કતારો લાગી હતી. હજીરા ઓવારા પર સાંજે મહાકાય પ્રતિમા આવવા લાગી હતી. 6 વાગ્યા સુધીમાં 22 ફૂટ સુધીની 2 સહિત 1690 પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. બપોર પછી ડુમસ ઓવારા પર પણ ઘસારો વધ્યો હતો. લગભગ એક-દોઢ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો હતી.

ભક્તોની સેવા : 2 હજાર સ્ટોલ પર 10 કરોડના ખર્ચે નાસ્તારૂપી પ્રસાદ વહેંચાયા
​​​​​​​બાપાના વિસર્જન અવસર પર સેવાભાવી સંસ્થાઓએ દિલ ખોલીને ખર્ચ કર્યો હતો. યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓને નાસ્તો, શરબત, ખમણ, વડાપાંઉ, ખિચડી, ફ્રૂટ, જ્યુસ, પુરી-ભાજી સહિતની વાનગીઓ પ્રસાદ તરીકે વહેંચાઈ હતી. યાત્રાના રૂટ પર સેવાભાવી સંસ્થાઓએ 2 હજારથી વધારે સ્ટોલ લગાવ્યા હતાં. જે માટે 10 કરોડથી વધારેનો ખર્ચો કરાયો હતો. શહેરના ભાગળ, ચોકબજાર, અઠવા ગેટ, દિલ્હી ગેટ, રિંગ રોડ, લિંબાયત, ડિંડોલી, પાંડેસરા, સચિન, હજીરા, પિપલોદ, વેસુ અને વરાછા સહિતના વિસ્તારોમાં ગુરૂવારે રાતથી જ સ્ટોલ શરૂ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

મુશ્કેલી: મેટ્રોને કારણે ભારે જામ, રોડ સાંકડા પડ્યા, ફૂટઓવરબ્રિજ નડ્યાવિસર્જનમાં અપેક્ષા અનુસાર ચોકના રોડ પર ભારે જામ જોવા મળ્યો હતો. મેટ્રોની કામગીરીને લીધે અગાઉથી જ રસ્તા સાંકડા થઈ ગયા હતા. ડુમ્મસ કે હજીરા પહોંચવામાં મોટી પ્રતિમાના આયોજકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સ્ટેશન રૂટ પરથી સીધા રીંગરોડ થઈ અઠવા ગેટ કે ઘોડદોડ જઈ આ પ્રતિમાઓ દરિયા સુધી લઈ જઈ શકાય હોત. આ ઉપરાંત શહેરમાં ઘણા સ્થળે ફૂટ ઓવરબ્રિજ પણ નડ્યા હતા. 20 ફૂટથી મોટી મૂર્તિઓને પસાર કરવામાં મુશ્કેલી નડી હતી. કેટલીક મૂર્તિઓના સ્ટેન્ડ, બાપ્પાના મુગટ સહિતના ભાગને છૂટા પાડીને બ્રિજ નીચેથી પસાર કરાયા હતા. બાદમાં ફરી મૂળ સ્થાને મૂકી દેવાયા હતા.

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...