બેઠક:સર્વર ડાઉન રહેતાં 25 હજાર આયુષ્યમાન કાર્ડની પેન્ડિંગ એપ્રૂવલ તાત્કાલિક મંજૂર કરો: ધારાસભ્ય

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરની અધ્યક્ષતામાં મળેલી સંકલન બેઠકમાં ધારાસભ્યે મોકલેલા પ્રશ્નો ચર્ચાયા

ધારાસભ્યોની ગેરહાજરી વચ્ચે સુરત કલેકટરની અધ્યક્ષતામાં મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્યોએ મોકલી આપેલી રજુઆત અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે પડી રહેલી સમસ્યા રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ લેખિતમાં રજુઆત કરી હતી કે,આયુષ્યમાન કાર્ડ માટેનું સર્વર અવાર નવાર ડાઉન થઇ જતું હોવાના કારણે ઇમરજન્સીમાં કાર્ડ કઢાવવા માટે આવનાર લોકોને એપ્રુવલ મળી શકતી નથી.

જેના કારણે દર્દીઓ પોતે સારવારનું બીલ ભરવા માટે મજબુર બને છે. કોમન સર્વિસ સેન્ટરો દ્વારા અપડેટ અને રીન્યુ કરવાની કામગીરની વાત કરીએ તો હાલ સુધીમાં 25 હજાર જેટલા આયુષ્યમાન કાર્ડનું એપ્રુવલ પેન્ડિંગ છે. આ કાર્ડ તાત્કાલિક એપ્રુવ કરવા માટેની માંગણી કરી હતી. ધારાસભ્ય વિવેક પટેલે નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાટર્સ જર્જરીત થઇ ગયા હોવાથી નવા બનાવવા ઉપરાંત સીસીટીવી કેમેરા વધારવા સહિતની માંગણી કરી છે.

ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું કે, પોસ્ટ ઓફિસમાં ઓથોરાઈઝ્ડ એજન્ટો મારફતે લોકો વિવિધ યોજનાઓમાં બચત ખાતુ ખોલાવીને રોકાણ કરે છે. પરંતુ ઓથોરાઈઝ્ડ એજન્ટોને રસીદ બુક કે પાસબુક આપવામાં આવતી નથી, જેથી બચત કરનારાઓને મુસીબત પડતી હોવાથી આ અંગે યોગ્ય નિવેડો લાવવા માંગ કરવામાં આવી હતી. ઉપરાંત આઉટસોર્સિંગથી લેવાતા કર્મીઓમાં પણ એસસી,એસટી, ઓબીસી અનામત ધારા ધોરણ લાગુ કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...