તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત શહેરના જીવનભારતી રોટરી હોલ ખાતે મોટી સંખ્યામાં IMAના ડોક્ટરો ભેગા થયા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય સખત વિરોધ નોંધાવી નિયમને પરત લેવા માગણી કરી હતી. સુરતમાં બે દિવસ માટે ડોક્ટરો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ઈન્ડીયન મેડીકલ એસોસિએશન સંકળાયેલા ડોક્ટરો આજે ભૂખ હડતાળ પર છે. IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ ચંદ્રેશ જરદોશ આ હડતાળમાં મહાત્મા ગાંધીની વેશભૂષા ધારણ કરી હતી. જ્યારે અન્ય ડોક્ટરો ગાઈડલાઈનનું પાલન કરી એકત્ર થઈ કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદના ડોક્ટરોને નાક-કાન-ગળા-પેટ સહિતનાં અંગોના ઓપરેશનની છૂટ આપવાના વિરોધ કરતા જોવા મળ્યા હતા.
આયુર્વેદના ડોક્ટરોને ઓપરેશનની છૂટ સામે વિરોધ
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ડોક્ટરોનું કહેવું છે કે, આયુર્વેદના ડોક્ટરો જટિલ રોગોની સારવાર કરે ત્યાં સુધી બરાબર છે, પણ આધુનિક શસ્ત્રક્રિયા કરશે તો દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન થકી આયુર્વેદના તબીબોને હર્નિયા, આંખ, નાક, કાન, ગળા ઉપરાંત હરસ, ભગંદર સહિત 55 રોગોના નિદાન માટે શસ્ત્રક્રિયા કરવાની છૂટ આપી છે. જેનો વિરોધ છેલ્લા કેટલાક સમયથી ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ડોક્ટર દ્વારા સતત વિરોધ કરવામાં આવશે
કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને લઈને હજી પણ ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા આ મુદ્દાને લઇને આગામી દિવસોમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ રાખવામાં આવશે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ નિર્ણયની અંદર ફેરવિચારણા નહીં કરે ત્યાં સુધી ડોક્ટર દ્વારા સતત વિરોધ કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.