નિવેદન:‘ડ્રગ્સ સંઘવી નહીં, ડ્રગ્સ પકડનાર સંઘવી છું’ ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાતનો દબદબો

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા પાલ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહમંત્રીનું નિવેદન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ પકડવા અંગે પાલ પોલીસ સ્ટેશન ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું કે, ‘ડ્રગ્સ સંઘવી નહીં હું ડ્રગ્સ પકડનાર સંઘવી છું.’ ગુજરાતની ધરતી પર ડ્રગ્સ લાવવું નામુમકીન છે. જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી,રાજસ્થાન જેવા રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસનો દબદબો હોવાનું ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું.ગૃહરાજયમંત્રી હર્ષ સંધવીએ ગુજરાત એટીએસ અને સુરત ક્રાંઇમ બ્રાંચને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, એટીએસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ સાથે મળીને કલકત્તામાં ડી.આઈ.આર. સાથે મળીને 280 કરોડનું 39 કિલો ડ્રગ્સ પકડયું છે.

આ ડ્રગ્સ કલકત્તાના પોર્ટ પરથી ગુજરાતની એટીએસની મદદથી મળ્યું છે. રાજયની પોલીસે ગુજરાત નહી પણ દેશની અનેક રાજયની સીમાઓ પર જઈને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે મળીને ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મોટી ભૂમિકા અદા કરી છે. ભારત-પાકિસ્તાની બોર્ડર પર ગોળીઓનો સામનો કરીને જાંબાઝ જવાનોએ કાર્યવાહી કરી છે. ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસની પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...