તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેડ:સુરતના પુણામાં ગેરકાયદે ચાલતા બાયોડીઝલના વેચાણ પકડાવાયું, પોલીસે પૂરવઠા અધિકારીને જાણ કરી

સુરત5 દિવસ પહેલા
પોલીસ દ્વારા બાયોડીઝલ ભરેલા વાહનને પોલીસ સ્ટેશન લઈ જવાયું હતું.
  • જાગૃત નાગરિકે પોલીસ હેલ્પલાઈનમાં ફોન કરીને સમગ્ર હકીકત જણાવી કાર્યવાહી કરાવી

સુરતના પુણા વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી નાગરિક તરીકે એક વ્યક્તિએ 100 નંબર પર કોલ કરીને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળએ પહોંચીને રાધે રાધે પાર્કિંગ સીતાનગર ચોકડી પરથી ગેરકાયદેસર બાયોડીઝલના ટેન્કર, ગાડીમાં પૂરવાનો યુનિટ તથા અન્યને ગાડીમાં જ આ લોકો ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ તમામ માલમુદ્દા સાથે પોલીસ સ્ટેશન લઈ જઈ પૂરવઠા અધિકારીના તાબામાં આવતું હોવાથી તેમને જાણ કરી હતી.

બાયોડીઝલ ભરેલા વાહન અંગે પૂરવઠા વિભાગને પોલીસે જાણ કરી છે.
બાયોડીઝલ ભરેલા વાહન અંગે પૂરવઠા વિભાગને પોલીસે જાણ કરી છે.

બસમાં ડીઝલ પૂરતા જોઈએ પોલીસને જાણ કરાઈ
લલિત ડોંડાએ જણાવ્યું હતું કે, સીતાનગર ચોકડી નજીકના રાધે રાધે પાર્કિગમાં બાયો ડીઝલ નો ગેર કાયદે વેપલો ચાલતો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ કંટ્રોલમાં ફોન કરી મદદ મગાઈ હતી. ત્યારબાદ પુણા પોલીસની મદદથી તપાસ કરતા એક ગાડી પકડાય છે. જેનો નંબર GJ20U5654 હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી પોલીસે મશીનરી, ડીઝલ ટેન્ક, સહિત નો જથ્થો ઝડપી પાડ્યો છે.બસમાં બાયોડીઝલ ભરતા હોવાનું નજરે જોઈ કન્ટ્રોલ ને જાણ કરી દીધી હતી. 1000-1000 લીટરના બે ટાંકા અને મશીનરી પકડાયા છે.

બાયોડીઝલ પકડાયા બાદ વધુ તપાસ હાથ ધરાઈ છે.
બાયોડીઝલ પકડાયા બાદ વધુ તપાસ હાથ ધરાઈ છે.

પૂરવઠા વિભાગને જાણ કરાઈ છે-પોલીસ
યુવી ગડરિયા (પીઆઇ પુણા) એ જણાવ્યું હતું કે, પોલીસ કંટ્રોલને માહિતી મળ્યા બાદ PCR ઘટના સ્થળે ગઈ હતી. બાયોડીઝલનો જથ્થો અને ભરવાનો પમ્પ પકડાયો છે. જેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ. આ કામગીરી મામલતદાર અને પૂરવઠા અધિકારીને લાગતી હોવાની જાણ કરી છે. ડાયરેકટ પોલીસ કાર્યવાહીમાં આવતું નથી. હાલ તપાસ ચાલી રહી છે.