તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ સેન્ટર પર દરોડા:અલથાણ આર્કેડમાં ગેરકાયદે ચાલતું કોલ સેન્ટર પકડાયું, 5 યુવતી સહિત 13 ઝબ્બે

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સૂત્રધાર વિવેક રાજપૂત અને એપ બનાવનાર સુરજ મિશ્રા વોન્ટેડ
 • પોલીસે 43 મોબાઇલ, 6 કોમ્પ્યુટર, એક લેપટોપ, રોકડ મળી 2.94 લાખનો મુદામાલ કબજે કર્યો, લોકોને ધમકાવી વસુલી કરતા હતા

અલથાણ સોહમ્ સર્કલ પાસે અલથાણ આર્કેડમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં ખટોદરા પોલીસે ગુરુવારે સાંજે રેડ કરી હતી. જેમાં 5 યુવતીઓ સહિત 13ને પકડી પાડ્યા હતા.ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાંથી પોલીસે 43 મોબાઇલ, 6 કોમ્પ્યુટર, 1 લેપટોપ, રોકડ 22,270 મળી 2.94 લાખનો મુદામાલ કબજે કર્યો છે. કોલ સેન્ટર ચલાવનાર સૂત્રધાર વિવેક રાજપૂત(રહે,પાંડેસરા) અને એપ બનાવી આપનાર સુરજ મિશ્રાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. કોલ સેન્ટર છેલ્લા 3 મહિનાથી ભાડેની દુકાનમાં ચાલતું હતું. લોકોને ઓનલાઇન જોબ વર્ક આપવાની લાલચ આપી હતી. માંડ માંડ રોજગારી મળતી હોય એવું સમજી બહારના રાજ્યના લોકો ઠગ ટોળકીની વાતમાં આવી ગયા હતા. જોબવર્કમાં 800 ફોર્મ અઠવાડિયામાં ભરીને આપવાના હોય છે.

આ ફોર્મમાં એટલી બધી ડિટેઇલ્સો ભરવાની હોય છે કે, તેઓ અઠવાડિયામાં ભરી શકતા નથી. જેના કારણે સામેથી પેનલ્ટી વસુલ કરતા હતા. કોઈ ન આપે તો તેને કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપી લોકો પાસેથી પૈસા પડાવતા હતા. ગેરકાયદે કોલ સેન્ટરમાં 5 યુવતીઓ સહિત 15 કર્મચારીને માસિક 9 હજારનો પગાર આપતા હતા.

ગ્રાહકોને કોલ કરી જોબવર્ક માટે લોભામણી સ્કીમો આપી ઓનલાઇન પેટીએમ કે ફોન પે દ્વારા પૈસા પડાવતા હતા. ટોળકીનો ભોગ મોટેભાગના લોકો ગુજરાત બહારના છે. આગામી દિવસોમાં ગેરકાયદે કોલ સેન્ટરના સૂત્રધારો સામે ઠગાઈનો પણ ગુનો નોંધાય તેવી શક્યતા છે. આ મામલે વધુ નામો ખુલે તે શક્યતાને નકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો