સુરતના પંડોળ વિસ્તારમાં બનેલી ડબલ મર્ડરની ઘટનામાં બાર જેટલા ઈસમો સામે ગુનો નોંધીને ચોક બજાર પોલીસે 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. બે આરોપી ફરાર છે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપીઓએ હત્યા કરનાર બંને ઇસમોને ધમકી આપી હતી કે આ વિસ્તારમાં રહેવું હોય તો પૈસા આપવા પડશે અને પોલીસને બાતમી શું કામ આપો છો કહી ઝઘડો કર્યો હતો. બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યા રે બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ડબલ મર્ડર ઘટનામાં આરોપીઓની ધરપકડ
સુરતના ચોક બજાર પોલીસ મથકની હદના પંડોળ ચોકી વિસ્તારમાં આવેલ અટલજી નગર ખાતે ગત ત્રણ માર્ચના રોજ મળસ્કે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મજૂરી કામ કરતા કાર્તિક અને રાજુ નામના બે યુવકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં 10થી 12 અસામાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે બંને યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કાર્તિક નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે રાજુ નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ પહોંચીને તપાસ હાથ ધરી હતી. ત્યારે આ ઘટનામાં પોલીસે કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ 12 જેટલા ઇસમો સામે ફરિયાદ નોંધી હતી. 1 ની ધરપકડ કરી છે જ્યારે બેને પકડવાના બાકી હોવાથી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પૈસાની માંગ અને પોલીસને બાતમી આપતા હોવાનું કહી હત્યા કરી દેવાઈ
ઘટના અંગે પોલીસે 10 જેટલા આરોપીઓની ધરપકડ કર્યા બાદ આ અંગે ચોક બજાર પોલીસ મથકના પીઆઇ બી એમ ઐસુરા દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે પંડોળ ચોકી વિસ્તારમાં અટલજી નગરના મકાનમાં બે યુવકો પોતાના ઘરે સુતા હતા ત્યારે આઠથી દસ અજાણ્યા ઈસમો આવીને તેમની ઉપર હુમલો કર્યો હતો. અને કહ્યું હતું કે આ વિસ્તારમાં રહેવું હોય તો પૈસા આપવા પડશે. ઉપરાંત તમે પોલીસને બાતમી કેમ આપો છો એમ કહીને તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે બંને યુવકો હમલાથી બચી નાસી છૂટ્યા હતા. થોડે દૂર પોતાના મિત્રો સુતા હતા ત્યાં પહોંચ્યા હતા. પણ હથિયાર સાથે આવેલા આરોપીઓ તેમની પાછળ ગયા હતા અને ત્યાં પણ ઝઘડો થયો હતો. જેમાં કાર્તિકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે રાજુ નામના યુવકનું એક થી દોઢ કલાકની સારવાર બાદ હોસ્પિટલમાં મોત થયું હતું.
પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીની ધરપકડ કરી
ચોક બજાર પીઆઇ બી એમ ઐસૂરા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હુમલાની આ ઘટનામાં બેના મોત થયા હતા. જ્યારે ત્રીજો એક બાલુકેસ ગોપાલભાઈ પરીહારી નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ત્યારે તેની ફરિયાદને આધારે પોલીસે આઈપીસી 302 અને 307 મુજબ 12થી 13 ઇસમો સામે ફરિયાદ નોંધી હતી. તમામને ઝડપી પાડવા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ પણ લેવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસને કુલ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. જેમાં ચપ્પુ અને તલવારના ઘા મારનાર મુખ્ય આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે હાલ બે આરોપી પોલીસ પકડથી દૂર છે. તેમને પકડવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.
કેટલાક આરોપીએ અગાઉ પાસા પણ થયા છે
હાલ તો પોલીસે આ 10 આરોપીની ધરપકડ કરીને તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. હત્યા કરવા પાછળનું સાચું કારણ શું છે, કઈ રીતે ઘટનાને અંજામ આપ્યો? કેવી રીતે મળી ષડયંત્ર કર્યું? તમામ બાબતે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. પકડાયેલા આ તમામ આરોપીઓ કોઈ ગેંગ સાથે જોડાયેલા નથી, પરંતુ આરોપીઓમાંથી ત્રણથી ચાર ઈસમો અગાઉ મારામારીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલા છે. ઉપરાંત એક વખત પાસાના ગુનામાં પણ જેલમાં જઈ આવ્યા છે. આ અસામાજિક તત્વો સ્થાનિક વિસ્તારમાં લોકોમાં હાવ અને ડર ઊભો કરતા હતા અને પૈસા ઉઘરાવતા હતા એવું હાલ જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.