યુવાઓને મેસેજ:નશો કરવો હોય તો ફૂટબોલ ક્રિકેટનો કરો; પોલીસ કમિશનર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રગ્સથી બદનામ રાંદેરમાં યુવાઓને મેસેજ

શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી સુલતાનિયા જીમ ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં સુરત પોલીસ કમિશનરને ખાસ બોલાવવામાં આવ્યા હતા. કારણ કે આજે રાંદેર વિસ્તાર ડ્રગ્સના કારોબારથી બદનામ થયું છે. તેની છાપ સુધારવા અને ત્યાં જાગૃતિ લાવવા માટેના સ્થાનિક આગેવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. તેના ભાગરૂપે સુરત પોલીસ કમિશનરને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર અનોખા અંદાજમાં જ જોવા મળ્યા હતા.

એક મોટીવેશનલ સ્પીકર સમાન ડ્રગ્સ સામેની ઈમોશનલી જાગૃતિ સંદેશ લોકોને આપ્યો હતો. સુરતમાં ડ્રગ્સના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.ડ્રગ્સનું સેવનનું પ્રમાણ યુવાધનોમાં વધતું હોવાના કિસ્સાઓ સામે આવ્યા. જેને લઇ સુરત પોલીસ આ મુદ્દાને ગંભીરતાથી લઈ ડ્રગ્સ વિરોધી મુહિમ ઉપાડી ત્યારે સૌથી વધુ સુરતમાં ડ્રગ્સનો કારોબાર રાંદેર વિસ્તારમાંથી થતો હોવાનું સામે આવ્યું. અને આજે સમગ્ર સુરતમાં રાંદેર વિસ્તાર ડ્રગ્સના કારોબારથી ઓળખાવા લાગ્યો છે. રાંદેરની છબી ખરાબ થતા સ્થાનિકો ખૂબ જ ચિંતામાં છે.

અન્ય સમાચારો પણ છે...