તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:પૈસા છે તો વેક્સિન મળી શકશે, આજે પણ મફત રસી નહીં મળે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રૂપિયા ખર્ચી ખાનગી હોસ્પિટલમાં વેક્સિન મુકાવા લોકો ઉમટયા હતા. - Divya Bhaskar
રૂપિયા ખર્ચી ખાનગી હોસ્પિટલમાં વેક્સિન મુકાવા લોકો ઉમટયા હતા.
  • સરકાર પાસે રસીનો સ્ટોક ખલાસ, ખાનગીમાં ઉપલબ્ધ
  • સરકાર સ્ટોક મોકલશે ત્યારે પાલિકા રસી કેન્દ્રો શરૂ કરશે

રાજ્યમાં આગામી વધુ બે દિવસ કોવિડનું રસીકરણ બંધ રહેનાર છે. શહેરમાં બુધવારે પાલિકાના તમામ રસીકરણ સેન્ટર બંધ હોવાથી ખાનગી હોસ્પિટલોમાં રસી મુકાવવા માટે લોકોની ભીડ જોવા મળી હતી. બુધવારે શહેરમાં કુલ 460 લોકોએ ખાનગી હોસ્પિટલમાં વેક્સિન મુકાવી હતી. હાલમાં શહેરની વિવિધ 19 ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.

પ્રાઇવેટ હોસ્પિટલો બજારમાંથી રસીનો સ્ટોક મંગાવે છે. તેમની પાસે સ્ટોક ઉપલબ્ધ છે. જ્યારે સરકાર પાસે રસીનો સ્ટોક નહીં હોવાથી આગામી બે દિવસ સુધી સમગ્ર રાજ્યભરમાં રસીકરણની કામગીરી બંધ રહેનાર છે. જેના કારણે ખાસ કરીને બીજો ડોઝ મુકાવનારા લોકો અટવાશે. નોંધનીય છે કે, રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી છેલ્લા એક સપ્તાહથી એપ્રિલમાં રસી લેનારા અંદાજે બે લાખ લોકો બીજા ડોઝ માટે વેક્સિનેશન સેન્ટરો પર અટવાતા હાલત કફોડી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...