તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લાલગેટ વિસ્તારમાં રહેતી અને એક ચેનલમાં કામ કરતી મહિલાની તેના પતિના મિત્રએ શરીર સંબંધ બાંધવા દબાણ કરી એસીડ એટેકની ધમકી આપી હતી. લાલગેટ વિસ્તારમાં રહેતી 29 વર્ષિય નિલોફર પતરાવાલા( નામ બદલ્યું છે) એક ચેનલમાં ન્યુઝ રિડર તેમજ પત્રકાર તરીકે નોકરી કરે છે. આરોપી એહતેશામ ઉર્ફ જાવીદ હોટેલવાલા(રહે.સિંધીવાડ,ચોકબજાર) નિલોફરના પતિનો મિત્ર છે. એહતેશામની પત્ની ફરહાના નિલોફરની બહેનપણી છે. તેથી નિલોફરનું ફરહાનાના ઘરે પ્રસંગોમાં જતી હતી.
છેલ્લા કેટલાક સમયથી એહતેશામ નિલોફરને ખરાબ નજરથી જોવા લાગ્યો હતો.તેની સાથે સંબધ બાંધવાના દબાણ કરતો હતો. તે કહેતો કે તારો યાર કોન છે તે શોધીને જ રહીશ. દરમિયાન તેના પતિને પણ નિલોફર પર શંકા ગઈ હતી. તેનો પતિ તેને ડિવોર્સ આપવાનું કહેતો હતો. ત્યારે એહતેશામે કહ્યું કે, તેના પતિને ડિવોર્સ આપી દે તે પોતે અપનાવી લેશે. એહતેશામ નિલોફરની ઓફિસ સુધી પહોંચી જઈ ફોન કરતો હતો. આરોપી કહેતો કે આપણે ગેસ્ટ હાઉસમાં જઈશું.
તને ખુશ કરી દેવા. તે કહેતો કે તેના વિરુદ્ધ નવસારીમાં અપહરણનો ગુનો દાખલ થયેલ છે એટલે તને ઉંચકી જતા વાર નહીં લાગે, તને કોઈ પણ હિસાબે પામવી છે. નિલોફર ફરહાનાને તેના પતિની હરકત બાબતે કહેવા ગઈ ત્યારે નિલોફરને માર માર્યો હતો. ત્યાર બાદ એહતેશામે નિલોફરને ધમકી આપી કે, જો તેની ન થઈ તો એક્સિડેન્ટ કરાવીને મરાવી દેશે અથવા મોઢા પર એસિડ ફેંકી દેશે.નિલોફરે આરોપી એહતેશામ વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.