કોર્ટનો આદેશ:‘1 માસમાં ફ્લેટ આપો નહીં તો 15 લાખ ‌વ્યાજ સાથે પરત કરો’

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રાહકને બારી-બારણાંની સુવિધા વગરનો ફ્લેટ આપતા બિલ્ડરને કોર્ટનો આદેશ

સમયસર પઝેશનમાં અખાડા કરતાં અનેક બિલ્ડરોને દોડતા કરી દે એવો હુકમ કોર્ટે કર્યો હતો. ફ્લેટ બુક કરાવનારા ગ્રાહકને બારી-બારણા વગરની સુવિધા સાથેનો ફ્લેટ આપી દેવાયો હતો. જેની સામે ગ્રાહકે કોર્ટમાં કેસ કરતાં દલીલો બાદ કોર્ટે બિલ્ડરને 1 માસની અંદર બાંધકામ પુરુ કરવા અથવા તો ચૂકવાયેલી 15.66 લાખની રકમ 7 ટકાના વ્યાજ સાથે પરત કરવા હુકમ કર્યો હતો.

ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇએ દલીલ કરી હતી કે, ફરિયાદીને વેચવામાં આવેલા કામો બાકી છે તથા બી.યુ.સી. ન હોય અને ફ્લેટ વસવાટ યોગ્ય ન હોવાથી બિલ્ડરના પક્ષે સેવામાં ક્ષતિ અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ થઈ છે.સુરતમાં રહેતા શૈલેષ નાકરાણીએ નવસારી ખાતે ક્રિસ્ટલ ફલોરેન્સમાં એક ફ્લેટ બુક કરાવ્યો હતો. બિલ્ડરે બીયુસી અને પૂર્ણ બાંધકામ સાથે ફ્લેટ આપશે એવું જણાવ્યું હતું. જોકે, ફ્લેટનો કબજો મળ્યા બાદ અરજદાર ચોંક્યા હતા અને એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત કોર્ટ કેસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...