મેયરને આપની ચીમકી:ખાડી સાફ નહીં કરો તો ટ્રેક્ટરમાં કચરો ભરીને તમારા ઘરે નાખી જઇશું

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસમાં જ થાકી જતા આપના સભ્યોએ બીજા દિવસે ખાડી સફાઇ માટે મેનપાવર માગ્યો
  • મેયરનો જવાબ : કોરોનાના કારણે વિલંબ થયો છે, આયોજન કર્યું છે

ગુરૂવારે કાપોદ્રા-પુણાની ખાડીમાં સફાઇ કરવા માટે આપના નગરસેવકો-કાર્યકરો ઉતર્યાં હતાં. જો કે એક જ દિવસમાં આપના સભ્યો થાકી જતાં શુક્રવારે ખાડી સફાઇ માટે મેન પાવર માંગ્યો હતો. આ સાથે ખાડીની યોગ્ય સફાઇ નહીં કરશો તો ટ્રેક્ટરમાં કચરો ભરીને તમારા ઘરે નાખી જઇશું તેવી ચીમકી મેયરને એક કાર્યકરે આપી દીધી હતી. આ મામલે મેયરે કોરોનાના કારણે વિલંબ થયો હોવાનું અને આગવું આયોજન કર્યું હોવાનું આપ પક્ષને જણાવ્યુ હતું.

કાપોદ્રા-પુણા ખાડીમાં ખૂબ જ ગંદકી અને કચરો હોવાથી ચોમાસા પહેલા સફાઇ કરવા માટે વિપક્ષે માંગ કરી હતી. જો કે યોગ્ય નિરાકરણ ન આવતા આપના નગરસેવકો જાતે જ ખાડીની સાફ-સફાઇ કરવા ઉતર્યાં હતાં. પરંતુ એક દિવસ બાદ એટલે કે શુક્રવારે મેયર અને ડેપ્યુટી મેયરને ખાડી સફાઇ કરાવો નહીંતર મેનપાવર અને મશીનરી આપો એવી રજૂઆત વિપક્ષના નગરસેવકોએ કરી હતી. આ મામલે મેયરે જણાવ્યુ હતું કે,‘હાલમાં ઝોન મારફતે કામ ચાલી રહ્યું છે. ખાડીમાં સફાઇ-ગંદકીનું કાયમી નિરાકરણ થાય તે માટે આયોજન થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...