તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર વિભાગની કામગીરી:10 દિવસમાં ફાયર સેફ્ટી નાખો નહીં તો રજિસ્ટ્રેશન કેન્સલ કરાશે

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફાયર વિભાગની શહેરની હોસ્પિટલોને ચીમકી

ફાયર વિભાગે સીલ કરેલી 300 હોસ્પિટલોને ફાયર સેફ્ટીની ખામી દુર કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. જો ત્યાર બાદ પણ ખામી દૂર નહીં થશે તો હોસ્પિટલના રજિસ્ટ્રેશન રદ કરવા સુધીના કડક પગલા લેવામાં આવશે. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યુ હતું કે,‘હોસ્પિટલો ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરી શકે તે માટે સીલ ખોલી આપવામાં આવ્યા છે. હોસ્પિટલ દર્દીઓની સારવાર તેમજ નવા દર્દીઓ દાખલ કરી શકે છે. જો કે, 10 દિવસ પછી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ખામી જણાશે તો હોસ્પિટલનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગે શહેરની 300થી વધુ હોસ્પિટલો ફાયર સેફ્ટીના અભાવે સીલ કરી હતી.

જર્જરિત ઇમારત સીલ કરવા જતાં પાલિકાની ટીમનો વિરોધ કરાયો
પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસોને સીલ મારવાની કાર્યવાહી કરાવા જતાં પાલિકાની ટીમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ચોમાસંુ સામે હોય વધુ સમય આપવા તેમજ વૈકલ્પિક આવાસની માંગણી કરી હતી. લોકોની રજૂઆતને પગલે પાલિકાએ હાલ પુરતી સીલની કાર્યવાહી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. કુલ 18 બ્લોકમાં આવેલા 109 ફ્લેટ અને 5 દુકાનો સીલ કરવામાં આવ્યા હતાં. જો કે રજૂઆત બાદ કાર્યવાહીને મોકૂફ રાખવામાં આવી હતી.

આ એકમો સીલ કરાયા
નોર્થ ઝોન : હોટલ સતલજ, ગાયત્રી ચેમ્બર્સ,સુમુલ ડેરી રોડ
સેન્ટ્રલ ઝોન : રાજ પુરોહિત થાળી, શંકર ગુજરાતી થાળી, શેરી પંજાબ, ઓમકાર ચેમ્બર્સ, હોટલ સન્માન, સવેરા હોટલની બાજુમાં, (રેલવે સ્ટેશન પાસે), રૂપાળી ગેસ્ટ હાઉસ, સબરસ હોટલ બાજુમાં, અમર ગેસ્ટ હાઉસ, સબરસ બાજુમાં, (રેલવે ગરનાળા પાસે), કિંગ્સ હેરીટેજ હોટલ, હોટલ ડિમ્પલ, હોટલ આકાશ, ડો.પરમ હાઉસ પાસે, (લાલ દરવાજા)
રાંદેર ઝોન : જય ચામુંડા ઇચ્છાપોર, ક્રિષ્ના રેસ્ટોરન્ટ, ઇચ્છાપોર
ઉધના ઝોન : ઉડીપી રેસ્ટોરન્ટ, ઉધના ત્રણ રસ્તા,
વરાછા ઝોન-બી : જન્નત સ્ક્વેર કોમ્પલેક્સ, વેલંજા ની 20 દુકાનો, ઓરેકલ હોસ્પિટલ, જન્નત સ્કવેર, ગણેશ રેસ્ટોરન્ટ, જન્નત સ્કવેર, (રંગોળી ચોકડી, વેલંજા)
અઠવા ઝોન : કેનાલ વોક શોપર્સ, વેસુ ની 60 દૂકાન અને 14 દુકાનો સીલ, મેરી ગોલ્ડ બેન્કવેટ, કેનાલ વોક શોર્સ, (કેનાલ રોડ)

અન્ય સમાચારો પણ છે...