સૂચના:તકેદારી નહીં લેશો તો માર્કેટ સીલ કરાશે : ફોસ્ટા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાલુ અઠવાડિયા દરમિયાન જ ફોસ્ટાને પાલિકા કમિશનરે કોરોનાથી બચવા માટેના તમામ નિયમોનું પાલન કરવા માટે સૂચન કર્યુ હતું. ધીરે-ધીરે કોરોનાના કેસમાં થઈ રહેલી વૃદ્ધિના કારણે શુક્રવારે ફરી ફોસ્ટાએ વેપારીઓને નિયમોનું પાલન કરવા માટે સૂચના આપી છે.

ગાઈડલાઈનનું પાલન કરે તેવી અપીલ વેપારી વર્ગને ફોસ્ટાએ કરી
ફોસ્ટાના પદાધિકારીઓ જણાવે છે કે, માર્કેટ વિસ્તારમાં હજુ પણ ઘણાં વેપારીઓ માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં નથી. છેલ્લાં એક માસમાં ટેક્સટાઈલ સાથે સંકળાયેલા વિવિધ લોકોના 280 કેસ સામે આવ્યા છે. આવા સંજોગોમાં વેપારીઓ કડક રીતે પાલિકાની ગાઈડલાઈનનું પાલન કરે તેવી અપીલ વેપારી વર્ગને ફોસ્ટાએ કરી છે. જેમાં માસ્ક પહેરવું, કોમન ટોયલેટ બ્લોક્સ ગેટને સેનેટાઈઝ કરવા, મર્યાદિત સ્ટાફ સાથે કામ કરવું, ગ્રે કાપડની ડિલીવરી માર્કેટ વિસ્તારમાં કરવી નહીં જેવા નિયમોનું પાલન કરવા જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...