સુરત ST મજદૂર સંઘનું અલ્ટીમેટમ:'48 કલાકમાં અમારા 20 મુદ્દાઓનું નિરાકરણ નહીં લાવો તો 20 ઓક્ટોબરની મધરાતથી તમામ ST બસોના પૈડાં થંભી જશે'

સુરત2 મહિનો પહેલા
સુરત ST વિભાગના કર્મચારીઓએ પડતર માગણીઓને લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું
 • 46 હજાર કર્મચારીઓ હકની લડતમાં અચોક્કસ મુદતનો ચક્કાજામ કરશેઃ બિપિન લગારીયા

સુરત ST મજદૂર સંઘે પોતાની પડતર માગણીઓને લઇને સરકારને 20 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. 20 ઓક્ટોબર સુધીમાં 20 મુદ્દાઓનું નિરાકરણ નહીં આવે તો રાજ્યભરમાં ચક્કાજામ કરવાની કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે.

હકની લડતમાં અચોક્કસ મુદતના ચક્કાજામ કરીશું
સુરતના ST મજદૂર સંઘના કાર્યકારી પ્રમુખ બિપિન લગારીયાએ જણાવ્યું હતું કે, હવે સરકારે વિચારવાનું છે. અમે 45 દિવસમાં બે આવેદનપત્ર આપ્યા છે. વહીવટી વિભાગને 2 વાર મળ્યા, એક વાર સરકાર સાથે વાર્તાલાભ કર્યો, હવે થાક્યા બસ હકનું લેતા આવડે છે. આંદોલન એજ એક ઉપાય છે. સરકાર પાસે હવે પછીના 48 કલાક છે નહીંતર 46 હજાર STના કર્મચારીઓએ તો રણનીતિ બનાવી જ લીધી છે, હકની લડતમાં અચોક્કસ મુદત સુધી ચક્કાજામ કરીશું.

સુરત ST મજદૂર સંઘે પોતાની પડતર માગણીઓને લઇને સરકારને 20 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું
સુરત ST મજદૂર સંઘે પોતાની પડતર માગણીઓને લઇને સરકારને 20 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું

20 ઓક્ટોબરની મધરાતથી તમામ ST બસોના પૈડાં થંભી જશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દોઢ મહિનાથી રાજ્યના 46 હજાર કર્મચારીઓ હકની લડત માટે લડી રહ્યા છે. સરકાર માત્ર લોલીપોપ આપી કામ લઈ રહી છે. ST કર્મચારીઓના 20 મુદ્દાઓને લઇને કર્મચારીઓ સરકાર માટે લડવા મજબુર બન્યા છે. STના ત્રણેય યુનિયનની સંકલન સમિતિમાં આ નિર્ણય લેવાયો છે. 20 ઓક્ટોર છેલ્લી તારીખ છે નહીંતર 20 ઓક્ટોબરની મધરાતથી તમામ ST બસોના પૈડાં થંભી જશે. દિવાળીના સમયમાં 200 બસોનું બુકિંગ લેવાય ગયું છે.

ST મજદૂર સંઘની માગણીઓ

 • નિગમ દ્વારા સરકારમાં કરેલી તમામ દરખાસ્તો અંગેનો હકારામત્ક નિર્ણય લઇને 15 સપ્ટેમ્બર-2021 સુધીમાં તેની અમલવારી કરવી.
 • સેટલમેન્ટ કરાર મુજબ જુલાઇ-2019ની 5 ટકા અને જુલાઇ-2021ની 11 ટકા વધેલી મોંઘવારી એમ કુલ મળી 16 ટકા મોંઘવારી ભથ્થાની અસર તેમજ ચડત એરીયર્સની રકમ સપ્ટેમ્બર-પેઇડ-ઇન-ઓક્ટોમ્બર-2021 માસના પગારમાં આપવી.
 • નિગમમાં કંડકટરની કક્ષામાં પગારની વિસંગત્તા દુર કરી તાત્કાલિક 7માં પગારપંચમાં સંકલન સમિતિ દ્વારા માંગેલ પે સ્કેલનો અમલ કરી ચુકવણું કરવું. સેટલમેન્ટ કરાર મુજબ વર્ગ-4ના કર્મચારીઓને વર્ષ-2018-19, વર્ષ-2019-20નું એક્સગ્રેસીયા બોનસ15 સપ્ટેમ્બર-2021 સુધીમાં ચુકવી આપવું.
 • સેટલમેન્ટ કરાર મુજબ 7માં પગારપંચની અમલવારીથી ચુકવવાપાત્ર થતો ઓવરટાઇમ પાછલી અસર સાથે તાત્કાલીક ચુકવી આપવો.
 • નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને સરકારના ધારાધોરણ મુજબ પગાર વધારો સરકારના ઠરાવ તારીખથી એરિયર્સ સહિત ચુકવી આપવી.
 • 6-3-2019ના લેખિત સમાધાન કરાર મુજબ 7માં પગારપંચ મુજબના એરીયર્સના છેલ્લા હપ્તાનું ચુકવણું કરાયેલ નથી. તે પ્રવૃત તેમજ નિવૃત્ત કર્મચારીઓને 15-સપ્ટેમ્બર-2021 સુધીમાં ચુકવી આપવું.
 • નિગમના કર્મચારીઓને કોરોના વોરીયર્સ જાહેર કરી મળવાપાત્ર લાભાલાભો સત્વરે ચુકવવા. 5-7-2011 પહેલા ચાલુ ફરજે અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત દ્વારા નોકરીની માંગણી કરેલ છે
 • તેમની માંગણી મુજબ જરૂર પડે તો કક્ષા બદલી કરીને પણ નોકરી આપનો નિર્ણય 15-સપ્ટેમ્બર-2021 સુધીમાં કરવો, તેમજ 5-7-2011 પછીના જે આશ્રિતને આર્થિક પેકેજ લેવું હોય તેવા આશ્રિતોને સરકારના ઠરાવ તારીખથી રૂા. 8 લાખ આર્થિક પેકેજનો લાભ ત્વરીત ચુકવી આપવો.
 • ડ્રાઇવર, કંડકટર, મીકેનીક કક્ષાના કર્મચારીઓને ભરતી કે બઢતીમાં સીસીસી પ્રમાણપત્રની જરૂરીયાતની જોગવાઇ તાત્કાલીક રદ કરવી.
 • બદલી અંગેનો પરિપત્રનં-2077 રદ કરવો જે અંગેનો નિર્ણય 15-સપ્ટેમ્બર-2021 સુધીમાં લેવો.
 • નિગમના ફીક્સ પગારના કર્મચારીઓને સરકારના ધારાધોરણ મુજબ રૂા. 19950 પ્રમાણે પગાર વધારવો સરકારના ઠરાવથી એરીયર્સ સહીત ચુકવી આપવા.
46 હજાર કર્મચારીઓ હકની લડતમાં અચોક્કસ મુદતનો ચક્કાજામ કરશેઃ બિપિન લગારીયા
46 હજાર કર્મચારીઓ હકની લડતમાં અચોક્કસ મુદતનો ચક્કાજામ કરશેઃ બિપિન લગારીયા
 • સેટલમેન્ટ કરાર મુજબ વર્ષ-2007-2009ના વાદળી ડાંગરી તેમજ વર્ષ-2009થી આજ દિન સુધીના બ્લોક પિરિયડનો ખાખી યુનિફોર્મ તથા વાદળી ડાંગરી આપવી, આ યુનિફોર્મનું કાપડ આપવામાં ના આવે ત્યાં સુધી કોઇપણ કર્મચારીના યુનિફોર્મ બાબતના ડિફોલ્ટ કેસન કરવા.
 • ફીક્સ પગારના કર્મચારીના અવસાનના કિસ્સામાં તેના આશ્રિત વારસદારને સરકારના ઠરાવ મુજબ 4 લાખના આર્થિક પેકેજનો લાભ આપવો
 • નિગમમાં સેટલમેન્ટ કરાર મુજબના ડી.એ.,ઓ.ટી., બોનસ જેવા તમામ મુદ્દાઓની અમલવારી કે ચુકવણા બાબતે સરકાર કે નાણાં ખાતાની પુર્વ મંજુરીની આવશ્યકતા રહેતી નથી, તેવી બાબતો કાયદા મુજબની હોય આવા મુદ્દાઓનો નિગમ લેવલે નિર્ણય લઇ અમલવારી કરવી.
 • 21-2-2019 અને 22-2-2019ની માસ સી.એલ.રજા મંજુર કરી તેના કપાત કરેલ પગારના નાણાં કોરોનાકાળમાં અવસાન પામેલ નિગમના કર્મચારીઓના આશ્રિત વારસદારોને ચુકવવા.
 • સેટલમેન્ટ પાર્ટ-2ની માંગણી મુજબ તાત્કાલીક ચર્ચા કરી 30-11-2021 સુધીમાં નિર્ણય કરી એવોર્ડ કરાવવાનો રહેશે.
 • આ ઉપરાંત સંકલન સમિતિ દ્વારા 7માં પગારપંચ અન્વયે પ્રસિધ્ધ કરેલ પત્રિકા તેમજ 14-7-2021 ના રોજ પાઠવેલ પત્રમાં દર્શાવેલ અન્ય પડતર પ્રશ્નોનો પણ તાત્કાલીક ઉકેલ લાવવો.
 • નિગમમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે તમામ વિભાગ એકમો ખાતે અલગથી આરામગૃહ, સંડાશ -બાથરૂમ સાથેના બનાવવા.
 • પાર્ટટાઇમ કર્મચારીઓના કામના કલાકોમાં વધારો કરવો અને કાયમી કરવા, તાજેતરમાં નામદાર હાઇકોર્ટ દ્વારા રોજમદાર કર્મચારીઓને કાયમી કર્મચારીને મળતાં તમામ નાણાંકીય લાભો આપવા હુકમ કરવામાં આવેલ છે, તેજ રીતે એસ.ટી.નિગમના પાર્ટટાઇમ કર્મચારીઓને લાભ આપવો.
અન્ય સમાચારો પણ છે...