ક્રાઇમ:વોચમેન ફરિયાદ નોંધાવશે તો બે પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધીશું : DCP

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભટારમાં કારણ વગર યુવકને માર્યો હતો
  • બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા હતા

ભટાર ટેનામેન્ટ નજીક આવેલા સંકલ્પ શોપિંગ સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા તેજબહાદુરને બે પોલીસ કર્મીએ વગર વાંકે માર માર્યો હતો. વગર વાંકે વોચમેનને ફટકારવાની વાત  સુરત શહેર પોલીસ કમિશનરે ને થતાં તેમણે તાત્કિલાક ધોરણે બન્ને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. ઘટના બાબતે ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું કે, ‘ભોગ બનેલો તેજબહાદુર આ બાબતે  ફરિયાદ કરશે તો અમે ચોક્કસ બન્ને પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરીશું. જયારે વોચમેનને પોલીસનો ખૂબ જ ડર લાગી રહ્યો છે, તેણે જણાવ્યું કે ‘હું અમારા કોમ્પલેક્ષના પ્રમુખ સાથે ચર્ચા કરી આવતીકાલે ફરિયાદ કરવા જવાનું કે નહિ તે નક્કી કરીશું.

વધુમાં વોચમેને જણાવ્યું કે હું શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં શનિવારે રાતે બેસી વિડીયો કોલિંગ કરી વાત કરતો હતો. તે સમયે બે પોલીસકર્મી પૈકી પાછળ બેઠેલા કર્મીએ મારી પાસે આવ્યો હતો. તેણે મને ખેંચીને બહાર લઈ ગયો હતો. કેમ કે શોપિંગ સેન્ટરમાં કેમેરા લાગેલા હતા. પછી બહાર લાવી મને મને કોઈ પણ વાત પુછ્યા વગર ગાળો આપવા લાગ્યા હતા અને દંડાવાળી કરી હતી. આ  બંને પોલીસ કર્મચારીઓને ખબર ન હતી કે બહાર પણ કેમેરા લાગેલા હશે.’ પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ ધીરૂભા અને રણજીતસિંહ ભરતસિંહએ વોચમેનને 12થી 13 દંડાના સપાટા મારી પોતાની બહાદુરી બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...