તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • If There Is Any Side Effect Of The Vaccine, It Will Be Taken To The Hospital In 10 Minutes. Drying Will Start At Zone Wise Bay Center From January 2

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન અપડેટ:વેક્સિનની આડઅસર થાય તો 10 મિનિટમાં હોસ્પિટલમાં લઇ જવાશે, 2જી જાન્યુઆરીથી ઝોન વાઇઝ બે સેન્ટર પર ડ્રાયરન શરૂ કરાશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આગામી દિવસોમાં કોરોના રસીકરણ અભિયાનને લઇ પાલિકાએ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. વેક્સિન સેન્ટર પર રસી મુકાવતા આડઅસર થાય તો 10 મિનિટમાં જ હોસ્પિટલમાં ખસેડીને સમયસર સારવાર મળી રહે તેની પણ વ્યવસ્થા કરાઇ છે. મ્યુ.કમિશનરએ જણાવ્યું કે, વેક્સિન વખતે લોકોએ ગભરવાની જરૂર નથી. કોઇપણ આડઅસર થાય તો 10 મિનિટની અંદર જ હોસ્પિટલ પહોંચાડી શકાય તે રીતની વ્યવસ્થા કરાઇ છે. આ માટે વેક્સિન સેન્ટર નજીકની હોસ્પિટલો સાથે બેઠક કરાઇ છે.

દરેક વેક્સિન સેન્ટર પર ઓબર્ઝવેશન રૂમ, રજિસ્ટ્રેશન રૂમમાં કઇ કઇ વસ્તુની જરૂરિયાત છે તેનું ચેકલીસ્ટ તૈયાર કરાયું છે. માસ્કથી લઇ સેનિટાઇઝર તમામની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વેક્સિન માટે કયાં સેન્ટર પર આવવાનું તથા તારીખ અને સમયની મેસેજ મારફતે લોકોને જાણ કરાશે. બાદ વેક્સિન માટે આવવાનું રહેશે. બીજા ડોઝ માટેનું પણ આયોજન કરાયું છે. કોઇએ એક ડોઝ લીધો હોઇ અને બીજો ન લીધો હોઇ તો પણ તેને તંત્ર દ્વારા જાણ કરાશે. વેક્સિન માટે પાવર બેક માટે ટેન્ડર કરી દીધા છે. વેક્સિન માટે લોકોને ફરજ પડવામાં આવશે નહિં. ફરજિયાત નથી. સુરતમાં 28 હજાર હેલ્થકેર, 22 હજાર ફ્રન્ટ લાઇનર વર્કરો નોંધાયો છે. આગામી 2 જાન્યુઆરીથી ઝોન વાઇઝ બે સેન્ટર પર ડ્રાયરન શરૂ કરાશે.

સ્મીમેરની કોવિડ પ્લસ હોસ્પિ. બંધ કરાઇ
કોરોનાના કેસ ઘટતાં સ્મીમેરના કેમ્પસમાં આવેલ 540 બેડની કોવિડ પ્લસ હોસ્પિટલને હાલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જરૂર પડતા હોસ્પિટલ શરૂ કરાશે. સ્મીમેરમાં 27 અને સિવિલમાં 38 દર્દીઓ છે.

નોંધ: તા. 30 ડિસેમ્બરના અંકમાં કોરોના રસીની ટ્રાયલના સમાચારના શિર્ષકમાં ભૂલથી 2 ડિસેમ્બર છપાયું હતું જેને 2 જાન્યુઆરી વાંચવું. આ ભૂલ બદલ ખેદ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો