વીવર્સ એસોની બેઠક:વીવર્સનો વીજપ્રશ્ન હલ ન થાય તો બિલનો બહિષ્કાર

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજપ્રશ્નોને સાંભળવા ઊર્જા મંત્રીને લોકદરબાર કરવા રજૂઆત કરાશે

શહેરના ઓદ્યોગિક એકમોમાં વિજળીના પ્રશ્ને લઈને વિવર્સો વિફર્યા છે. આગામી સમયમાં વિજળીના પ્રશ્નો હલ નહીં થાય તો વિજળી બિલ બહિષ્કાર કરવાનો નિર્ય સુરત વિવર્સ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. છેલ્લાં 3 મહિનાથી શહેરના ઓદ્યૌગિક એકમોમાં વિજળીનો પ્રશ્ન દિવસે દિવસે વિકટ બની રહ્યો છે. ઉદ્યોગકારો દ્વારા વિજળી કનેક્શન માંગવામાં આવે તેમ છતાં ડિજીવીસીએલ દ્વારા સમયસર વિજળીના કનેક્શન આપવામાં આવતા નથી. બીજી તરફ સાયણ સહિતના ઓદ્યોગિક એકમોમાં વિજળીના ટ્રિપિંગ, પાવર કટ, વિજળીના જટકા અને પાવર કટની સમસ્યાઓ થઈ રહી છે.

જેના કારણે વિવર્સ એસોસિએશને રણનીતિ તૈયાર કરવા બેઠક યોજી હતી. સૌ-પ્રથમ રાજ્યના ઉર્જા મંત્રી મુકેશ પટેલને વિજળીના પ્રશ્નો સાંભળવા લોક દરબારનું આયોજન કરવા રજૂઆત કરાશે. ત્યાર બાદ ડિજીવીસીએલને રજૂઆત કરાશે. છતાં નિરાકરણ નહીં આવે તો વીજબિલનો બહિષ્કાર કરાશે. વીવર્સ એસોસિએશનના વિજય માંગુકિયા કહે છે કે, ‘છેલ્લાં 30 દિવસથી ઉદ્યોગોમાં વીજપ્રશ્ન વિકટ બન્યો છે. રજૂઆત છતાં સમાધાન થતું નથી. હવે પ્રશ્નો હલ નહીં થાય તો બિલનો બહિષ્કાર કરાશે.’

અન્ય સમાચારો પણ છે...